Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

એટીએમ ફ્રોડમાં સંડોવાયેલ ત્રીજા આરોપીને મોરબી પોલીસે ઝડપી લીધો

ગાંધીનગરના માણસામાંથી દિપ ઉર્ફે સુરેશ પટેલને દબોચી લેવાયો

મોરબી તા.૧૭: એટીએમ ફ્રોડમાં સંડોવાયેલા બે શખ્સોને જૂનાગઢ પોલીસે ઝડપી લીધા બાદ બંન્નેએ મોરબી પંથકમાં પણ ફ્રોડ કર્યાનું ખુલતા મોરબી પોલીસે બંન્ને શખ્સોનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લઇ પુછતાછ કરતા અન્ય એક સાગ્રીતનું નામ ખુલતા તેને મોરબી પોલીસે દબોચી લીધો હતો.

એટીએમ ફ્રોડમાં છેલ્લા છ માસના બેન્ક એકાઉન્ટ મેળવી તેનો અભ્યાસ કરતા આ તમામ લોકોએ સામાકાંઠે આવેલ વોરાબાગ ખાતેના એ.ટી.એમ. મશીનનો ઉપયોગ તા. ૨૮/૨૯/૩૧/૫/૧૮, ૧/૬/૯/૧૦/૬/૧૮દરમિયાન કર્યાનું મોરબી પોલીસની જાણમાં આવતા, એ.ટી.એમ. મશીનના સીસીટીવી ફુટેજ મેળવી તેનો સતત અભ્યાસ કરતા એ.ટી.એમ. મશીન રૂમમાં ત્રણ વ્યકિતઓની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી. તેનો ફોટોગ્રાફસ ઇન્ટેલીજન્સી આવા બનાવ જુનાગઢ જિલ્લામાં, ગીર સોમનાથ જિલ્લામાં પણ બનેલ હોય શેર કરવામાં આવેલ જેના આધારે જુનાગઢ પોલીસે આવા ગુના બાબતે બે આરોપીઓની ધરપકડ કરેલી અને મુદ્દામાલ- સામગ્રી કબ્જે કરેલી જે આરોપીઓને મોરબી સીટી પો.સ્ટે.ના ગુનાના કામે ટ્રાન્સફર વોરંટથી મેળવી ધરપકડ કરવામાં આવેલી, અને પ દિવસના રીમાંડ મેળવી પુછપરછ કરતાં તેમાં ત્રીજા આરોપીનું નામ ખુલ્યું હતું.

આ આરોપી ગાંધીનગરના માણસાનો રહેવાસી હોય પી.આઇ. ચોૈધરીનાં માર્ગદર્શન તળે તા. ૧૬ના રોજ મોરબી એ.ડિવી. સ્ટાફના રસીકભાઇ, નિર્મળસિંહ, અજીતસિંહને માણસા મોકલી આરોપીને ઉપાડી લાવેલ. અને આ આરોપી દિપ ઉર્ફે સુરેશ પોપટભાઇ પટેલ (ઉ.વ.૨૮) (રહે. માણસા) વાળાની ધરપકડ કરી હતી. આ કામના મુખ્ય આરોપી હરિયાણાનો હોય અને તેની પત્ની માણસા નોકરી કરી હોવાથી, આ આરોપી તેના સંપર્કમાં આવેલો અને આ ગુનામાં જોડાયાનું મોરબી એ ડિવી. પોલીસ ઇન્સ્પેકટર આર.જે. ચોૈધરીએ જણાવેલ છે.(૧.૬)

(12:36 pm IST)