Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પોલીસ તંત્રનો બહોળો અનુભવ યશસ્વી કારકિર્દીઃ ડી.વી. બસિયાએ લીંબડીમાં ચાર્જ લીધો

હાહાકાર મચાવનાર રાજકોટના સ્ટોન કિલરને ઝડપવામાં સિંહફાળોઃ DYSP નો ચાર્જ લેતાં ક્રાઇમકુંડળીની ચકાસણીઃ પોરબંદરમાં સપાટો બોલાવેલ

હાહાકાર મચાવનાર રાજકોટના સ્ટોન કિલરને ઝડપવામાં સિંહફાળોઃ ડીજીપી દ્વારા બહુમાન : સિરિયલ કિલર એવા સ્ટોન કિલર દ્વારા એક પછી એક હત્યા દ્વારા હાહાકાર મચાવેલ. એસઓજી ટીમ પીઆઇ ડી.વી. બસિયાની ટીમે જામનગરથી સ્ટોન કિલરને ઝડપ્યો તે બદલ ડી.વી. બસિયાનું તત્કાલિન પોલીસ વડા પૃથ્વીપાલ પાંડેજી દ્વારા વિશિષ્ટ બહુમાન થયેલ. તસ્વીરમાં તત્કાલિન લોકપ્રિય પોલીસ કમિશ્નર અને જેમના માર્ગદર્શનથી સ્ટોન કિલર ઝડપાયો તેવા અનુપમસિંહ ગહેલોત જેસીપી દિપકભાઇ ભટ્ટ અને પૂર્વ મેયર જૈમનભાઇ ઉપાધ્યાય તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે.

રાજકોટ તા.૧૭: તાજેતરમાં સિનિયર કક્ષાના પોલીસ ઈન્સ્પેકટરોને બઢતી આપી ડીવાયએસપી કક્ષાએ જે ફેરફાર થયા તેમાં પોરબંદર એલસીબીમાં યશસ્વી ફરજ બજાવનાર ડી.વી. બસિયા જેવા બહોળા અનુભવીને મહત્વનાં સેન્ટર એવા લીંબડી ખાતે ડીવાયએસપી તરીકે મૂંકાતા તેઓએ નવલા નવરાત્રીના દિવસોમાં પોતાનો ચાર્જ સંભાળી લીંબડી હસ્તકના પોલીસ મથકની ક્રાઇમ કુંડળીની ચકાસણી શરૂ કરી દીધી છે.

૨૦૦૧માં ડાયરેકટ PSI તરીકે જોડાયા બાદ તેઓએ કારકિર્દીનાં પ્રારંભ થી જ યશસ્વી  કારકિદીનો પ્રારંભ કરેલ. તેઓની મહત્વની કામગીરીમાં ૨૦૦૭માં ગીરમાં ૬ સિંહોના ગેરકાયદે શિકારના ચર્ચાસ્પદ મામલામાં આરોપીને પકડી પાડયો હતો.

૨૦૦૭ થી ૨૦૧૦ સુધી અલંગમાં ફરજ બજાવી વેપાર ઉદ્યોગ શાંતિથી ચાલે અને લુખા તત્વો વેપારી અને લોકોને કનડગત ન કરે તેવી ધાક જમાવી હતી. ૨૦૧૦ થી ૨૦૧૩ દરમિયાન કચ્છ ગાંધીધામની ફરજ દરમ્યાન ખુન-લૂંટના અનેક અનડીટેકટ ગુન્હાનો ભેદ ખોલેલ.

૨૦૧૩ થી ૨૦૧૭ સુધી તેઓએ રાજકોટ શહેરમાં ફરજ બજાવી હતી, એસ.ઓ.જી.ના કાર્યકાળ દરમ્યાન ૯૫ લાખની લૂંટનો ભેદ, આડેધડ સિરિયલ હત્યાથી હાહાકાર મચાવનાર સ્ટોનકિલરને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ જામનગર ખાતેથી ઝડપેલ. આ કેસમાં તો રાજયના તત્કાલીન ડીજીપીએ રાજકોટ આવી ટીમને સન્માનેલ.

છેલ્લા દોઢવર્ષથી તેઓ પોરબંદર એલસીબીમાં ફરજ બજવતાં હતા. આ કાર્યકાળ દરમ્યાન લૂંટ, ખુન વિ. અણઉકેલ ગુન્હાનો ભેદ ખોલવા સાથે માથાભારે ગેંગો ઉપર જડબેસલાક અંકુશ મુકયો હતો. (૧.૩)

(12:34 pm IST)