Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જીપ સાથેનો આ બુલેટ રાસ જોવા લોકોનાં ટોળેટોળાં ઊમટી પડે છે

એક જીપ અને આઠ બુલેટ સાથેના આ રાસમાં બાળાઓ ચાલુ વેહિકલે રાસ રમે છે

રાજકોટ તા.૧૭: રાજકોટ પાસે આવેલા ગોૈરીદડ નામના ગામની વસ્તી અંદાજે ૬ હજારની છે, પણ આ ગામમાં નવરાત્રિ દરમ્યાન દરરોજ ગામની વસ્તી કરતાં પણ બમણી સંખ્યામાં લોકો એક રાસ જોવા જાય છે. આ રાસનંુ નામ છે બુલેટ રાસ.આ રાસમાંં જીપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને બાળાઓ જીપ પર રાસ રમે છે. અને રાસના મધ્યાહને એમાં આઠ બુલેટ ઉમેરાય છે, જે દરેક પાછળ એકેક બાળા બેઠી હોય અને એ બધી બાળા ગોળ-ગોળ ફરતાં બુલેટ પર ઊભેલી અવસ્થામાં વચ્ચે ગોળ ફરતી જીપમાં બેઠેલી બાળાઓ સાથે રાસ રમે છે. રાસ દરમ્યાન જો કોરિયોગ્રાફીમાં કોઇ ભૂલ થાય તો પણ જીપ કે બુલેટ ચલાવનારાનું બેલેન્સ જાય અને એકિસડન્ટથવાની શકયતા વધી જાય તો એકધારું વર્તુળાકાર બુલેટ કે જીપ ચલાવી રહેલા ચાલકનું જો બેલેન્સ જાય તો પણ એકિસડન્ટની શકયતા વધી જાય અને  બાઇક ચલાવનારાની સાથોસાથ બાળાઓને પણ ઇજા થઇ શકે છે. જો કે ગરબીમંડળના સંચાલક જ નહીં પણ આ રાસમાં ભાગ લેનારી બાળાઓનાં મા-બાપ સુધ્ધાંને પણ વિશ્વાસ છે કે એવું કશું નહીં બને.

આ રાસ ગયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો પણ ગઇ નવરાત્રિમાં માત્ર બે જ વખત કરવામાં આવ્યો હતો જયાર આ વર્ષે દરરોજ આ બુલેટ રાસ રાખવામાં આવ્યો છે. બુલેટ રાસનાં વખાણ એ સ્તર પર સોેરાષ્ટ્રમાં ફેલાયાં છે કે લોકો ખાસ આ રાસ જોવા માટે ગોૈરીદડ જાય છે. બુલેટ રાસ બધા માણી શકે એ માટે શકય હોય ત્યાં સુધી એને રાતના સાડાઅગિયાર પછી જ રાખવામાં આવે છે. આ રાસમાં ગુજરાતી ગરબા સાથે 'કાલા ચશ્મા જચદા હેૈ' ગીતનું ફયુઝન બનાવવામાં આવ્યું છે.(૧.૫)

(12:32 pm IST)