Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા ખેત મહિલા દિવસની ઉજવણી

કોડીનાર, તા.૧૬: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ખેત મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં ગીર સોમનાથ જીલ્લાના જુદા-જુદા તાલુકાના જેવા કે કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા તથા ઉના તાલુકાના અંદાજે પ૧ ગામમાંથી લગભગ ૩પ૧ જેટલા ખેત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં કેવીકે રમેશ રાઠોડ દ્વારા મહેમાનોનું સ્વાગત તથા અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનના પ્રોગ્રામ મેનેજર વિક્રમસિંહ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યુ હતું.

પ્રો.રતનબેન સોલંકી દ્વારા મહિલાઓનું તમામ ક્ષેત્રે યોગદાન જેમ કે કૃષિ, પશુપાલન, મરઘા બતકા ઉછેર તથા સામાજિક યોગદાન વિશે ઉદાહરણ સાથે માહિતી આપી હતી. જેમાં ખાસ કરીને ભારત દેશમાં સફળ ખેતી કરતી બહેનોના ઉદાહરણ આપ્યા હતા. ત્યારબાદ શ્રી કીરણબેન સોસાએ મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને શોષણ વિશે માહિતી આપી હતી. શ્રીમતી રસીલાબેન ડોડીયા સોરઠ મહિલા-પ્રમુખ દ્વારા સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની કામગીરીની ઝલક આપી હતી. દરેક બહેન સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની કામગીરીની ઝલક આપી હતી. દરેક બહેન સોરઠ મહિલા વિકાસ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. શ્રીમતી હંસાબેન પટેલે મહિલાઓમાં ખેતી તથા ઘરેલુ કામમાં શ્રમ ઘટાડવા માટેના જુદા-જુદા સાધનો વિશે માહિતી આપી બહેનો દાંતાવાળા દાંતરડાનો ઉપયોગ કરે તેવો અનુરોધ કર્યો હતો. શ્રીમતી ધારાબેન મહેતા સુત્રાપાડાએ ગર્ભ સંસ્કાર અને સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. મહિલા સશકિતકરણ કરવા માટે બહેનોએ પોતાના વિચારો બદલી કામ કરવા માટે અનુરોધ કર્યો હતો. મોતીબેન ચાવડા-એસીએફ દ્વારા ગ્રામીણ મહિલાઓમાં સશકિતકરણ કરવા માટે સંગઠિત થઇ વ્યસન મુકત થવા માટે અનુરોધ કર્યો હતો. અંતે શ્રી સતીષ હડીયલ વિષય નિષ્ણાંતએ આભાર વિધિ કરી હતી.

(12:28 pm IST)