Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કાલાવડના ખરેડી ગામની બાળાઓએ ગુજરાત સરકાર વિરોધી ગરબો ગાઇને પ્લેકાડ્સ દ્વારા માંગ રજુ કરી

માડી આ રાજમાં નથી કોઇ ઉદ્ધાર, હવે તો તુંજ કર અમારો બેડો પાર

રાજકોટ તા.૧૭: નવરાત્રિમાં નિતનવા રાસ અને ગરબા કરવામાં આવે એતો સમજાય, પણ એ નિતનવા રાસ અને ગરબામાં સરકારનો વિરોધ કરવા માટે ગરબો બનાવવામાં આવ્યો હોય અને એ ગરબામાં સરકાર વિરૂદ્ધ પોસ્ટરો સાથે રાખીને બાળાઓ ગરબો રમી હોય એવું કદાચ પહેલી વાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી નામના ગામના નવયુવક ગરબી મંડળ દ્વારા સોમવારે રાતે બન્યું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગરબા જોવા માટે નિકળ્યા ત્યારે જ ખરેડીની પાટીદાર પરિવારની દીકરીઓએ ખેડૂતો દ્વારા કરવામાં આવતી માંગણીનાં પોસ્ટરો સાથે ગરબો કર્યો હતો. ગરબો પણ સરકારવિરોધી જ હતો જેના શબ્દો હતાઃ માડી આ રાજમાં નથી કોઇ ઉદ્ધાર, હવે તો તું જ કર અમારો બેડો પાર...

નવ દીકરીઓ દ્વારા કરવામાં આવેલા આ ગરબામાં ગામને અછતગ્રસ્ત જાહેર કરવાથી માંડીને પાકવીમાની રકમ આપવાની અને પીવાનું પાણી આપવાની માંગણી કરી હતી.

(12:25 pm IST)