Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ભાવનગરમાં ઇસ્કોન મેગા સિટીમાં ક્રોમા શો-રૂમનો પ્રારંભ

 ભાવનગર તા. ૧૭ : ટાટા એન્ટરપ્રાઇઝ અને ઓમ્નિ ચેનલ ઇલેકટ્રોનિકસ રિટેલર ક્રોમાએ આજે નવરાત્રીના પવિત્ર દિવસે ભાવનગરમાં એનો પ્રથમ સ્ટોર લોન્ચ કર્યો હતો. શહેરમાં મહારાજ ભાવસિંહજી નામને સ્થિત વિકટોરીયા પાર્કની સામે સન એકસોટિકામાં સ્થિત આ નવો ક્રોમા સ્ટોર ૧૨,૮૦૦ ચોરસ ફૂટમાં પથરાયેલો છે. આ દેશમાં ક્રોમાનો ૧૧૪મો સ્ટોર હશે અને ગ્રાહકોને ૬૦૦૦ વિશિષ્ટ પ્રોડકટ સાથે ખુશ કરશે.

જ્યારે વર્ષ ૨૦૦૬માં મુંબઇમાં પ્રથમ સ્ટોર ખુલ્યો હતો, ત્યારે દેશમાં દાયકાના કેટલાક શ્રેષ્ઠ ફેરફારો જોવા મળ્યા હતા. અત્યારે દેશ ડિજિટલ સુધારાના પ્રવાહમાંથી પસાર થઇ રહ્યો છે અને અમે ક્રોમામાં દરેક ગ્રાહકને લેટેસ્ટ અને બેસ્ટ ગેઝેટની સુલભતા વિના પ્રયાસે આપીશું. ભાવનગરમાં ગ્રાહકો માટે આજની શરૂઆત ઉજ્જવળ ભવિષ્ય સાથે થઇ હતી.

સીએમઓ રિતેશ ઘોસલે કહ્યું કે, હવે ભાવનગરના લોકો પોતાના શહેરમાં ક્રોમાનો અનુભવ મેળવી શકે છે. મારૃં માનવું છે કે, યોગ્ય ટેકનોલોજી સાથે યોગ્ય ગેઝેટ આપણા જીવનને વધારે સુવિધાજનક, વધારે આનંદદાયક, વધારે રસપ્રદ, વધારે જીવંત બનાવી શકે છે. અમે ગ્રાહકોને શ્રેષ્ઠ એફોર્ડેબિલિટી સ્કીમ સાથે જીવંત ડિવાઇઝની વિસ્તૃત રેન્જની સુલભતા સાથે સંપૂર્ણ અનુભવ આપવા આતુર છે. જે શહેરમાં ઇલેકટ્રોનિક ખરીદીના અનુભવને બદલી નાંખશે.

સ્ટોર લોન્ચ કરવા માટે હાલ શ્રેષ્ઠ સમય છે, કારણ કે તહેવારની સિઝન નજીકમાં છે. એટલે ગ્રાહકો એલઇડી પર ૨  ઇએમઆઇ ફ્રી, રૂ. ૨૦,૦૦૦ સુધીના એકસચેન્જ બેનિફિટ, લેપટોપ પર રૂ. ૨૨,૫૦૦ની મૂલ્યની ભેટસોગાદો તથા આઇસીઆઇસીઆઇ, એચડીએફસી, એસબીઆઇ, એકિસસ અને ઘણી વધારે અગ્રણી બેંકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર આકર્ષક કેશબેક ઓફર જેવી રોમાંચક ઓફરમાંથી પસંદગી કરી શકે છે.

ગ્રાહકો માટે વધારાનો લાભ ક્રોમામાંથી 'આજીવન સુનિશ્ચિત સેવા' છે, જે આજીવન ગ્રાહકોની તમામ જરૂરીયાતો પૂરી કરશે. ગ્રાહકો ખરીદી પછી તેમના ઉત્પાદનો માટે સેવા મેળવવામાં કોઇ સમસ્યાનો સામનો નહી કરવો પડે. 'આજીવન સુનિશ્ચિત સેવા' સાથે ગ્રાહકોને સ્ટોર પર સંપર્ક કરવાની કે ૭૨૦૭૬૬૬૦૦૦ ઉપર કોલ કરવાની જરૂર પડશે, જ્યાં તેમને બ્રાન્ડ સાથે સર્વિસ રિકવેસ્ટ લોગ કરવી પડશે.

ભાવનગર સ્ટોર ઇન્ફિનિટી રિટેલની પશ્ચિમ ભારત અને ગુજરાતમાં કામગીરીનાં વિસ્તરણનું પ્રતીક છે. ગુજરાતમાં આ ક્રોમાનો ૧૫મો સ્ટોર છે.

(12:24 pm IST)