Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જુનાગઢ સત્યમ સેવા મંડળ દ્વારા ગરબીની ૨૫૦૦ બાળાઓને ભોજન

જુનાગઢ : ગરવા ગીરનારની ગોદમાં ભાતીગળ ગરબીઓમાં રમતી નાની-નાની માતજી સ્વરૂપની બાળાઓને આમંત્રીત કરી સત્યમ સેવા યુવક મંડળ તથા જન સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા બાળાઓને ભોજન કરાવ્યું હતું અને સાથે બાળાઓને કટલેરી કીટ રૂમાલ,ચાંદલા, નેઇલ પોલીશ, વેફર્સ, બીસ્કીટ, ચવાણુ, કટલેરી વિગેરે ૧૬ જેટલી લ્હાણી આપવામાં આવેલ હતી. સાથે વાલ્મીકી સમાજની ૪૦૦ બાળાઓએ આ અવસરનો લાભ લીધેો હતો.  આ સેવા યજ્ઞમાં પ્રવિણાબેન ચોકસી, મેયર શ્રીમતિ આધ્યાશકિતબેન મજમુદાર,પ્રદિપભાઇ ખીમાણી,વસંતભાઇ રાજા, મુકુન્દભાઇ પુરોહીત, રાજેશભાઇ લાલચેતા, વજુભાઇ ધમળ, દામજીભાઇ પરમાર,  શાહુલભાઇ લોઢીયા, ચન્દ્રકાન્તભાઇ જોષી, મણીભાઇ વાજા, બટુકબાપુ, સી.જે.ડાંગર, રમેશભાઇ લહેરૂ, જીતુભાઇ જોષી, એમાબેન અનિલભાઇ જોષી, સાધનાબ્ેન નિર્મળ, જેઠાભાઇ હેમનદાસ, પુજાબેન કારીયા, શારદાબેન ગાજીપરા, ગીતાબેન મહેતા, રાજુભાઇ ઉન્નડકટ, વર્ષાબેન બોરીસાગર, વિગેરે એ સહકાર આપેલ હતો. આ ઉપરાંત જીતુભાઇ લોઢીયા પરીવારના મનીષભાઇ લોઢીયા તથા સત્યમ સેવા  યુવક મંડળપ્રમુખ મનસુખભાઇ વાજા તેમજ સંસ્થાના કાયસ્કર્તાઓ દ્વારા જુદી નુદી પ્રાચીન ગરબીઓની મુલાકાત લઇ બાળાઓને રૂમાલ, ચાંદલા,બિસ્કીટ, ચોકલેટ, વિગેરેની લ્હાણી આપેલ હતી. સંસ્થાના ઉપપ્રમુખ અરવિ઼દભાઇ મારડીયા, દેવીદાસ નેલાસાણી, અલ્પેશ પરમાર, શાંતાબેન , કે.એસ.પરમાર, કમલશેભાઇ પંડયા તથા મીનરાજ શૈક્ષણીક સંકુલના શ્રી દાદુભાઇ કનારાના વિદ્યાર્થીઓને માટે જહેમત ઉઠાવેલ હતી. બાળાઓને ભોજન વિતરણની તસ્વીર (૩.૧)

(12:24 pm IST)