Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ઉનાના એનસીસી કેમ્પના કેડેટોની સિધ્ધિ

ઉના : જુનાગઢમાં ૮ ગુજરાત બટીલીયન એન. સી. સી. દ્વારા વાર્ષિક ટ્રેનીંગ કેમ્પ યોજાયેલ જેમાં જુદી જુદી કોલેજના ૪પ૦ વિદ્યાર્થી એન. સી. સી. કેડેટોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં એચ. એન. વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ૩૮ કેડેટોએ તાલીમ સાથે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ વિજેતા બન્યા હતાં જેમાં બેસ્ટ ફાઇટીંગમાં સંદીપ ચુડાસમા પ્રથમ, બેસ્ટ સ્ટુડન્ટ કૌશીક વઢવાણા પ્રથમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડ્રીલ સ્પર્ધામાં બીજા ક્રમે તથા ઓલ અવર દેખાવમાં પ્રથમ ક્રમે ટ્રોફી ત્થા વિવિધ પારીતોષિક મેળવી વિજેતા બની કોલેજ ત્થા ઉના તાલુકાનું ગૌરવ વધારતા એન. સી. સી. ઓફીસર પી. એમ. ધાંધલા, પ્રિન્સીપાલ કે. જે. વાળા, નિયામકશ્રી નલીનીબેન ભટ્ટ તેમજ કોલેજ પરિવારે શુભેચ્છાઓ આપી હતી. તે તસ્વીર.

(12:22 pm IST)