Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કોટડાસાંગાણી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કિશાનસંઘની રેલી

 કોટડાસાંગાણીમાં ખેડુતો અને કિશાન સંઘે વિશાળ રેલી યોજી આ વિસ્તારને અછત ગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી. મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ અને તાલુકાભરના ખેડુતોને પુરતી વિજળી મળે . પાકનો પુરતો ભાવ અપાઈ તેમજ ઓછો વરસાદ હોવાથી અછત ગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે તાલુકાભરના બસોથી વધુ ખેડુતો અને કિશાન સંઘ દ્વારા સરદાર ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી. આગામી દિવસોમાં ખેડુતોની માંગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે કોટડાસાંગાણી તાલુકા કિશાન સંઘના પ્રમુખ ધર્મેશભાઈ સોરઠિયા ઉપ પ્રમુખ રાજુભાઈ ભુત તેમજ વિનોદભાઈ વઘાસીયા મુકેશભાઈ ઘેલાણી સહીતના ખેડુત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃકલ્પેશ જાદવ)

(12:21 pm IST)