Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નોંઘણચોરામાં ચેકડેમમાંથી પાણી સીંચાઈ કરતા ખેડુતોને અટકાવાયા

 કોટડાસાંગાણી, તા.૧૭: તાલુકાના નોંઘણચોરા ગામે ચેકડેમમાંથી ગેરકાયદેસર રીતે પાણી સીંચાઈ કરી રહેલા ખેડુતોને પોલીસની મદદથી અટકાવાયા હતા. એક તરફ ઓછા વરસાદથી જગતાત ચિંતામા મુકાયો છે. ચોમાસા દરમીયાન પણ નહીવત પડેલા વરસાદના કારણે પાકનો પણ પુરતો વીકાસ થયો ન હતો અને હવે ફરીથી મુર્જાતા પાકને બચાવવા લાચાર ખેડુત હવાતીયા મારતો હોય તેમ લાગી રહ્યુ છે. એક તરફ ઓછા વરસાદથી કુદરતનો માર તો બીજી તરફ ખેત પેદાસોના નથી મળતા પુરતા ભાવ. રાસાયણીક ખાતરોના વધતા ભાવ. વિમાના કામમા પણ ગેરરિતી. અને સરકાર દ્રારા પણ કરાતો હળહળતો અન્યાય ત્યારે લાચાર ખેડુતોએ નોંઘણચોરા ગામે ચેકડેમ આવેલ છે તેમા પાણી સીંચાઈ કરતા હોઈ જે મામલે ગામના અમુક લોકોએ વિરોધ કરાતા સમગ્ર મામલો લોધીકા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો તેથી પીએસઆઇ ગઢવી સહીતનો સ્ટાફ નોંઘણચોરા પહોંચી તલાટી નીરવ લાંગા સરપંચ ડિમ્પલ સરધારા તાલુકા સર્કલ ભાવેશ ઉદેશીની મધ્યસ્થી કરી ખેડુતોને સમજાવી સીંચાઈ અટકાવી મામલો થાળે પાડયો હતો.

(12:17 pm IST)