Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વિસાવદરના અંબાળા ગામે સેવાસેતુ કાર્યક્રમ સફળતાની માહિતી મેળવવા ધારાસભ્ય રીબડીયા

જુનાગઢ, તા.૧૬: જૂનાગઢ તા.૧૧, રાજયમાં વહીવટમાં કાર્યક્ષમતા, સંવેદનશીલત તથા પારદર્શીતા વધે તેમજ વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલ ઝડપથી વધે તે માટે સેવાસેતુ(ગ્રામ્ય) ચોથા તબક્કાનાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત વિસાવદર પ્રાંતનો સેવાસેતુ કાર્યક્રમ અંબાળા ગામની પ્રા.શાળામાં યોજાયો હતો. જયાં કાલસારી, ભુતડી, ગોવીંદપરા, રાજપરા, લાલપુર, મુંડીયા રાવણી, વેકરીયા, જેતલવડ, કાળાવડ, અને અંબાળા ગામોને આવરી લઇ સેવાસેતુ કાર્યક્રમમાં લોકપ્રશ્નોનું નીરાકરણ કરવામાં આવ્યુ હતુ. સેવાસેતુ કાર્યક્રમમાં  ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા વિશેષ ઉપસથિત રહી લોકોનાં પ્રશ્નો અને રજુઆતોના થતાં નિરાકરણની કામગીરી નીહાળી અધિકારીઓને પ્રોત્સાહીત કર્યા હતા.

આ પ્રસંગે મામલતદાર ગોસાઇએ જણાવ્યુ હતુ કે કલ્સ્ટરનાં ગામોને સમાવીને લોકોની પાયાની જરૂરીયાતો જેવી કે આધારકાર્ડ, આધારકાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરિવર્તન, રાશનકાર્ડમાં નામ દાખલ કરવુ, રાશનકાર્ડમાં નામ કમી કરવુ, રાશનકાર્ડમાં નામમાં સુધારો કરવો, જાતી પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના, ફ્રી શીપકાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, વિકલાંગતા પ્રમાણપત્ર, કસ્તરુબા પોષણ સહાય યોજના, માંવાત્સલ્ય કાર્ડ, માંઅમૃત્ત્।મ કાર્ડ, હેલ્થ વેલનેશ કાર્ડ, મેડીસીન સારવાર, પશુઓની સારવાર, સર્જીકલ સારવાર,  આધારકાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ, પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના, સુકન્યા સમૃધ્ધી યોજના, અટલ પેન્શન યોજના, કેસલેસ લીટરસી, ભીમ એપ, જનધન યોજના, નવુ બેન્ક એકાઉન્ટ ખોલવા, વૃધ્ધ નીરાધાર સહાય યોજના, વિધવા સહાય યોજના, ક્રીમીલેયર પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, લર્નીંગ લાયસન્સ, સાત-બાર આઠ-અના દાખલા, રેવન્યુ રેકર્ડ લગત કામો સહિતની પંચાવન જેટલી વિવિધ કામગીરી અંબાળા પ્રાથમિક  શાળાનાં પરીસરમાં એક જ સ્થળે હાથ ધરવામાં આવી હતી.

જેમાં કલ્સ્ટરનાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાનાં પ્રશ્નો અને રજુઆતોનું નિરાકરણ મેળવ્યુ હતુ. આ સેવાસેતુમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ સહિત તાલુકા ટીમ ખડેપગે કાર્યરત રહી હતી.

એક જ સ્થળેથી હાથ ધરવામાં આવેલ સેવાસેતુ કાર્યક્રમમાં જોડાઇને લોકપ્રશ્નોનું થયેલ સ્થળ પર નિરાકરણ અંગે પ્રતીભાવ આપતા જેતલવડ ગામનાં રતિભાઇ રીબડીયાએ જણાવ્યુ હતુ કે અમારે અત્યારે કૃષિ મોસમની સીઝન છે ત્યારે ખેતીમાંથી સમય કાઢીને છેક વિસાવદર જઇ જે કામ કરવાનાં હતા તે અમારા ગામ નજીક સેવાસતુનાં માધ્યમે સરળતાથી થતા અમે ખુશી વ્યકત કરીએ છેએ, તો કાલસારીનાં મધુભાઇ વદ્યાસિયાએ જણાવ્યુ હતુ કે સેવાસેતે એ ખરા અર્થમાં લોકોની પાયાની સરકારી સવલતોનું સરળીકરણ છે, રાજય સરકારે ખરા અર્થમાં ગ્રામિણ લોકોની મુશ્કેલી સમજીને ઘરઆંગણે કામો સંપન્ન કરાવતા અમે સરકારનો આભાર વ્યકત કરીએ છીએ.(૨૨.૩)

(12:15 pm IST)