Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ગરવી ગુજરાતની મહેક સાથે ઓમાનમાં કોસમોસ નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરાધના

ભુજ : ગરબી અને દાંડીયા આજે દેશભરમાં ગુજરાતની ઓળખ બની ચુકયા છે. પણ, આજથી ત્રીસ વરસ પહેલા સાત સમંદર પાર અરબસ્તાનની ધરતી ઉપર ઓમાન-મસ્કતમા મા અંબા ની આરાધના સાથે ગુજરાતની ગરબીઙ્ગ પરંપરાને જીવંત રાખવાની સફળતાના હક્કદાર કચ્છી માડુ ધનસુખ હરજી લીંબાણી છે!! ધનસુખભાઈની કન્સ્ટ્રકશન કંપની કોસમોસ દ્વારા આયોજીત 'કોસમોસ' નવરાત્રિ આજેઙ્ગ સમગ્ર મસ્કત-ઓમાન ના ગુજરાતી સમાજની હોટ ફેવરીટ ગરબી છે.ઙ્ગ ધનસુખભાઈ લીંબાણી 'અકિલા' સાથે વાત કરતા કહે છે કે, અમે સંપૂર્ણ શ્રદ્ઘા અને આસ્થાભેર મા અંબા ની આરાધના કરીએ છીએ. નવરાત્રિ મા દરરોજ ગરબાની જયોત સાથે 'જય ભવાની' 'જય અંબે'ના નાદ સાથે આવતો ગરબોઙ્ગ ચાચરના ચોક સમા મંડપમાં પહોંચે ત્યારે સૌ કોઈ મા અંબા ની આરતી દ્વારા ગરબાને વધાવી લે છે. તે સાથે જ જાણીતા કચ્છી સંગીત કલાકાર શૈલેશ જાની અને તેમના સાથીદારોના સંગીતના સથવારેઙ્ગ ખેલૈયાઓ દ્વારા ગરબા અને દાંડિયાનો પ્રારંભ થાય છે. ગરવી ગુજરાતની આ ગરબી પરંપરાને કોસમોસ નવરાત્રિ મહોત્સવે વિદેશમાં પણ જાળવી છે. માતાજીની આરાધનાનો અદ્દભુત માહોલ અહીં ખડો થાય છે. જોકે, આપણને સૌને સૌથી વધુ આશ્ચર્ય થાય એવી જો કોઈ વાત હોય તો તે છે કોસમોસ નવરાત્રિ મહોત્સવની વ્યવસ્થા!! આજે આપણું કચ્છ હોય કે ગુજરાત ની ધરતી હોય, આપણને સૌને અનુભવ છે કે, આપણે ત્યાં આજે ગરબીઓ પ્રોફેશનલ થઈ ગઈ છે. જયારે ઓમાન-મસ્કત ખાતે થઈ રહેલા આ આયોજન વિશે ધનસુખભાઈ અને અર્પિતાબેન 'અકિલા' સાથે વાત કરતા કહે છે કે, અમારા કોસમોસ નવરાત્રિ મહોત્સવની વ્યવસ્થા સંપૂર્ણ નિઃશુલ્ક હોય છે. અહીં ઊમટતા ખેલૈયાઓ માટે ચા પાણી નાસ્તાની ખાસ વ્યવસ્થા કરાય છે. વિદેશની આ ધરતી ઉપર રહેતો ગુજરાતી સમાજ કચ્છના જાણીતા સંગીત કલાકાર શૈલેષ જાની ના સંગીત નિર્દેશન મા મનભરીને ગરબે ઘૂમે છે. શૈલેષ જાનીની સાથે તેમના સાથી કલાકારો તેજદાન ગઢવી, રાજા વાસુ, નેહા પટેલ, મીનાબેન જોશી, નિખિલ ગોસ્વામી, રઝાકભાઈ, અક્ષય જાની, લાલજી માલમ, વિપુલ ગોર, મેહુલ જોશી, જીગ્નેશ ચોથાણી, પંકજ ભાંડેલ તથા મહેન્દ્ર ગોરાણી દ્વારા થતી આ જમાવટને માણવા અન્ય કંપનીઓના હોદેદારો અને કામદારો પણ મોટી સંખ્યામાં ઉમટે છે.ઙ્ગઆ સમગ્ર આયોજનની વ્યવસ્થા કોસમોસના મોભી ધનસુખભાઈ હરજી લીંબાણી, જીતુભાઇ સુરાણી, ભાર્ગવ સુરાણી, ભોગીલાલ લીંબાણી, વસંતભાઈ લીંબાણી, રમેશભાઈ રામાણી, ડાયાલાલભાઈ સેંઘાણી, પ્રદ્યુમનસિંહ જાડેજા, દિનેશભાઇ રૂપારેલીયા સહિતના અગ્રણીઓ સંભાળી રહ્યા છે. નવરાત્રિ દરમ્યાન ઓમાન-મસ્કતની ધરતી ઉપર કચ્છી દાતા ધનસુખ લીંબાણી અને તેમના ધર્મપત્ની અર્પિતાબેનના આયોજનમા 'કોસમોસની નવરાત્રિ' મા ગરવી ગુજરાતની ગરબી પરંપરાની મહેંક વરતાય છે.

(12:18 pm IST)