Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નશીલા પદાર્થ વાળો રૂમાલ સુંઘાડી ચોરી કરનારી ગેંગના ત્રણ આરોપીની મહુવામાં ધરપકડ

મહુવા, તા.૧૭: મહુવા, વાસીતળાવ ચોકમાં આવતાં પો.હેડ કોન્સ. દિલુભાઇ આહિર તથા તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે,મહુવા,ગાધકડા બજાર, મધુરમ પાન પાસે શંકાસ્પદ ત્રણ ઇસમ ઉભા છે.તેઓ જુદાં-જુદાં વિસ્તારમાં ફરી લોકોને તેઓ પાસે રહેલ ગોલ્ડન કલરની ખોટી મગમાળા સાચી હોવાનું કહી વેચવાનું કરે છે.ર્ં જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં

(૧) ત્રિકમભાઇ ધુડાભાઇ સલાટ ઉ.વ.૨૭ સલાટવાસ,મોતીપુરા,હિંમતનગર

(૨) વિજય ઉર્ફે એમલો રતીલાલ બાવરી ઉ.વ.૧૯ રહે.મફતનગર-૨, ચોટીલા ત્રીજો સગીર બાળક મળી આવેલ. જે પૈકી વિજય ઉર્ફે એમલો પાસેની થેલીમાંથી ગોલ્ડન કલરની સરવાળી ૮૦૦ થી ૯૦૦ ગ્રામ વજનની મગમાળા તથા નં.૧ ત્રિકમભાઇ ધુડાભાઇ પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ તથા રોકડા રૂ.૪૦,૦૦૦/- મળી આવેલ. તેઓ ત્રણેય ઉપરોકત મગમાળા, મોબાઇલ તથા રોકડ રકમ અંગે કોઇ સંતોષકારક જવાબ જણાવતાં ન હોય.  શકપડતી મિલ્કત ગણી મગમાળા કિ.રૂ.૮૦૦/-, મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૧,૩૦૦/નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

મજકુર ત્રણેય ઇસમની ઉપરોકત બાબતે પુછપરછ કરતાં તેઓ ત્રણેય જણાંએ મળી ચાર સાડા ચાર માસ પહેલાં મહુવા,જનતા પ્લોટ વિસ્તાર માંથી એક મોટી ઉંમરનાં દાદાનાં દ્યરે જઇ નશીલા પદાર્થવાળો રૂમાલ સુંદ્યાડી બેભાન કરી થેલીમાં રાખેલ રોકડ રૂ.૪૦,૦૦૦/- લઇ લીધેલ હોવાનું જણાવેલ.તેમજ તેઓએ આ પ્રકારે જામનગર, લીંબડી, મધ્યપ્રદેશ નાં નાગદા તથા રતલામ ખાતે પણ ગુન્હાઓ કરેલ હોવાની કબુલાત કરેલ.

આ બનાવ અંગે ઠાકરશીભાઇ નાથાભાઇ ઘાસટકા રહે.પ્લોટ નં.૪૩, રામપાસરા રોડ,જનતા પ્લોટ, મહુવાવાળાએ ગઇ તા.૧૮/૦૬/૨૦૧૮ નાં રોજ મહુવા પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ લખાવેલ કે, તેઓનાં ઘરે અગાઉ આશ્રમની ચોપડીઓ લઇને બે વખત આવેલ છોકરાઓએ ફરિયાદીને તેનાં ઘરે ચાલતું કડિયાકામ સસ્તામાં કરી આપશે.તેમ કહી તા.૧૧/૦૬/૨૦૧૮ નાં રોજ ફરિયાદીનાં ઘરે આવી ફરિયાદીને મોઢા ઉપર નશીલા પદાર્થવાળો રૂમાલ સુંદ્યાડી ફરિયાદી બેભાન થતાં તેનાં રોકડા રૂ.૪૦,૦૦૦/- ભરેલ થેલી લઇને જતાં રહેલ.જે અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.ં

આમ, નશીલા પદાર્થવાળો રૂમાલ સુંઘાડી ચોરી કરવાનાં ગુન્હામાં સગીર સહિત કુલ-૩ ઇસમને ઝડપી પાડવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ રાણા, મહિપાલસિંહ ગોહિલ, દિલુભાઇ આહિર, તરૂણભાઇ નાંદવા, ડ્રાયવર ધર્મેન્દ્દસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.(૨૨.૮)

(12:11 pm IST)