Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

મોટા દડવામાં જુગારના હાટડા પર આટકોટ પોલીસ ત્રાટકી : ૮ પત્તા પ્રેમીઓ પકડાયા

રાજકોટ તા. ૧૭ : ગોંડલના મોટા દડવા ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગારના હાટડા પર આટકોટ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૮ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા.

મોટા દડવા ગામે ધર્મેન્દ્ર પુંજાભાઇ વાળાની વાડીમાં જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા આટકોટ પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૮ શખ્સોને ૧૨૩૫૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં વાડી માલીક (૧) ધર્મેન્દ્ર પુંજાભાઇ વાળા (ર) ભાનુપ્રસાદ મથુરદાસ નિમાવત (૩) જેન્તી ડાયાભાઇ ચોથાણી (૪) રાજેશ ગાંડુભાઇ ભોથાણી (૫) પરેશ કરમશીભાઇ નીબાસીયા (૬) ગીરધર જીવરાજભાઇ લીંબાસીયા રહે. તમામ મોટાદડવા તેમજ (૭) લાલો હાદાભાઇ પરમાર રહે. જસાપર, તા. જસદણ તથા (૮) ખોડા પ્રેમજીભાઇ દાફડા રહે. જસાપર તા. જસદણનો સમાવેશ થાય છે.

(11:59 am IST)