Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોરબી રાજકીય અગ્રણી વસંતભાઈ ગોરિયા આપમા જોડાયા.

મોરબી :  આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં વસંતભાઈ કાનજીભાઈ ગોરીયા તેમના કાર્યકર્તા સાથે જોડાયા હતા તેઓ મોરબી નગરપાલિકા નાં વોર્ડ નંબર ૧ ના કાઉન્સિલર તરીકે જંગી બહુમતી સાથે ચુંટાતા આવેલ તેઓ ૫ વર્ષ કોંગ્રેસ ૫ વર્ષ ભાજપ માંથી જીતતા આવ્યા છે તેવો આજે આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયા હતા તેમનુ સ્વાગત ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા જિલ્લા ઉપપ્રમુખ સંજભાઈ ભટાસણા મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી દ્વારા કરવામાં આવ્યુ હતુ સાથે સાથે વસંતભાઈ ગોરીયા ને મોરબી શહેર ના પ્રભારી તરિકે નિમણુંક પણ આપવામાં આવી હતી.આવનારા દિવસો માં મોરબી શહેર માંથી ધણા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાસે તેવો વિશ્વાસ વસંતભાઈએ વ્યક્ત કર્યો હતો.

(10:06 pm IST)