Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજકોટ જિલ્લામાં યોજાયું કોરોના રસીકરણનું મહા અભિયાન :બપોરે ૩ વાગ્યા સુધીમાં જિલ્લાના વિવિધ સ્થળોએ કુલ ૪૦૦૭૩ લોકોને કોરોના વેક્સીન અપાઈ

જિલ્લાના આરોગ્યકર્મીઓ અને વહીવટીતંત્રના અધિકારી/કર્મચારીઓ નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવાની સાથે જનજાગૃતિની ઉમદા કામગીરી

રાજકોટ :વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીના ૭૧મા જન્મ દિવસ નિમિત્તે કોરોનાની સંભવિત થર્ડ વેવને અટકાવવાની તૈયારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં કોરોના પ્રતિરોધક મહારસીકરણ અભિયાન અન્વયે રાજકોટ જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન યોજાયુ હતું
 કલેક્ટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદશન હેઠળ બપોરે ૩ વાગ્યા સુધીમાં જિલ્લાના વિવિધ સ્થળોએ કુલ ૪૦૦૭૩ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી છે. આ કામગીરી આરોગ્ય કર્મચારીઓ દ્વારા મોડી સાંજ સુધી ચાલશે. જિલ્લાના આરોગ્યકર્મીઓ અને વહીવટીતંત્રના અધિકારી/કર્મચારીઓ નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવાની સાથે જનજાગૃતિની ઉમદા કામગીરી કરી રહ્યા છે.

(7:21 pm IST)