Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જામનગરમાં બેટરી ચોરી કરતા ઝડપાયો

સીસી ટીવી ફૂટેઝમાં દેખાયા બાદ વોચ ગોઠવી હતી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૭ : જામનગર શહેરમાં ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલા હિમાનીશ રેસીડેન્સી કોમ્પલેક્ષમાં બેટરી ચોરી કરતા એક શખ્સને સ્થાનિકોએ ઝડપી પાડયો હતો છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં બેટરીની ચોરીનું પ્રમાણ વધ્યું હતું જેથી સ્થાનિકોએ સાવચેતીથી વોચ રાખી હતી અને સવારે ૧૦ વાગ્યા આસપાસ એકટીવા સાથે આવેલા નરેનભાઈ પટેલ ઉર્ફે નરેન્દ્ર નામના શખ્સને સ્થાનિકોએ ઝડપી પાડયો હતો અને બેટરી ચોરી ની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જેથી પોલીસને આ અંગે જાણ કરી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પહોચ્યા હતા. )તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર).

(1:29 pm IST)