Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા ઘનશ્યામ પ્લોટ કામનાથ મંદિરેથી રામાપીરની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

સરકારના નિયમ અનુસાર મોટરકારનો કાફલો

વેરાવળ સાગરપુત્ર ખારવા સમાજ દ્વારા રામદેવપીરની જન્મજયંતી નિમીત્તે  શોભાયાત્રા નીકળેલ તેની તસ્વીરો.(દિપક કક્કડઃ વેરાવળ)

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૭: ઘનશ્યામ પ્લોટમાં આવેલ કામનાથ મંદિરેથી સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ કીરીટ ફોફંડીના અઘ્યક્ષ સ્થાને શોભાયાત્રા નિકળેલ જેમાં આકર્ષક ફલોટસ, રથ, ઢોલનગારા સાથે શોભાયાત્રા નિકળેલ તેમાસાગરપુત્ર પરીવારોના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયેલા હતા.        

રણુજાના રાજા રામાપીરની જન્મ જયંતી નિમીતે ઢોલ નગારા તેમજ ટ્રેકટરોઓમાં ફલોટસ, આકર્ષક રથ રામાપીરની પ્રતિમા નિકળેલ તેમાં રામાપીર,ખોડીયાર માતાજી,નવદર્ગા માતાજી,ગણેશબાપા, ભારત માતા, કૃષ્ણ ભગવાન સહીત ફલોટસ હતા આ શોભાયાત્રા  ઘનશ્યામ પ્લોટ, કૃષ્ણનગરમાં ફરેલ હતી બંદર રોડથી મોટરકારના કાફલા સાથે નિકળેલ હતા તે  ટાવર ચોક,રાજેન્દ્રભુવન રોડ ઉપર થઈ દરીયા કિનારે આવેલ જાલેશ્વર પાસે રામાપીરના મંદિરે સાંજે પહોચી સમસ્ત ખારવા સમાજના પટેલ કીરીટભાઈ ફોફંડીના હસ્તે ઘ્વજારોહણ કરાયેલ હતંુ ત્યારે આગેવાનો લખમભાઈ ભેસલા, જગદીશભાઈ ફોફંડી, તુલશીભાઈ ગોહેલ સહીત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયેલહતા.

 શોભાયાત્રા સાથે ખારવા સમાજના સભ્યો,આગેવાનો,કાર્યક્રરો મોટી સંખ્યામાં જોડાયેલ હતા ભાઈઓ બહેનોએ અબીલ ગુલાલની છોળો ઉછાળતા નિકળેલ હતા રામાપીરના પાઠ સાથે અનેક ધાર્મિકજનો કરતા હતા શોભાયાત્રા જયાંથી પસાર થઈતી ત્યાં રામાપીરના નાદ સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠેલ હતો શોભાયાત્રાના રૂટમાં રોડ ઉપર દરેક જગ્યાએ કમાન ઉભી કરી સ્વાગત કરાયેલ હતું

શોભાયાત્રાના રૂટમાં ઠેરઠેર ઠંડુ પાણી શરબત નાસ્તાની વ્યવસ્થાઓ કરાયેલ હતી જાલેશ્વર રામાપીરના મંદિરે શોભાયાત્રા પહોંચેલ ત્યારે હજારો ઉપસ્થીત ભાવિકજનોએ રામાપીરના જયનાદ સાથે ઘ્વજા આરોહણ કરેલ હતુ.

સંાજે શાંતિપુર્વક શોભાયાત્રા જાલેશ્વર રામાપીરના મંદિરે પહોંચેલ હતી ત્યાં પ્રસાદીનું આયોજન કરાયેલ હતું તેમાં સાગરપુત્ર પરીવારોએ લાભ લીધો હતો. પી.આઈ ડી.ડી.પરમાર, પી.એસઆઈ, ડીસ્ટાફ, હોમગાર્ડ, ગ્રામ્યરક્ષક દળ દ્રારા સંુદર બંદોબ્સતનું આયોજન થયેલ હતું.

(1:28 pm IST)