Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

નરેન્દ્રભાઇ મોદીઃ વિચાર-સપના-આયોજન અને અમલ માટેની કુશલ શૈલી

ર૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે એકલે પંડે ૧પ૦૦થી વધુ સભાઓ અને લાખો કિ. મી.નો પ્રવાસ કર્યો'તો

જામનગર : આજે ૧૭ સપ્ટેમ્બર એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો  જન્મદિન આજે નરેન્દ્રભાઇ મોદીનો આગવો પરિચય જોઇએ દરેક સંઘર્ષશીલ અને વિજયી નેતૃત્વની પાછળ એક ચોકકસ પ્રકારની આધારશીલા હોય છે. તેને આધારે તે આગળ વધે છે.

નરેન્દ્રભાઇ મોદી પાસે તો વિચાર છે, સપના છે, આયોજન છે અને તેના અમલ માટેની કુશલ શૈલી છે. ર૦૧૪ ની લોકસભાની ચૂંટણી વખતે એકલ પંડે ૧પ૦૦ થી પણ વધુ સભાઓ અને લાખો કિ. મી.નો પ્રવાસ કરી દેશમાં જ નહી, દુનિયામાં નવો રેકર્ડ કર્યો છે. દેશના મતદારોના મનમાં પોતાની વાત ઉતારી અને ભાજપને મત આપવા પ્રેર્યા. લોકોએ પણ આઝાદી બાદ પહેલીવાર ભાજપને જંગી બહુમતી આપી. ભાજપના આ વિજયમાં નરેન્દ્રભાઇ મોદીનો સિંહ ફાળો છે.

૧૭ સપ્ટેમ્બર ૧૯પ૦, વિ. સં. ર૦૦૬ ભાદરવા સુદ-૬ ને રવિવારે સવારના ૧૦ કલાકે અનુરાધા નક્ષત્રમાં મહેસાણા જિલ્લામાં વડનગર ગામે, પિતા દામોદરદાસ અને માતા હિરાબાના ઘેર એક પુત્રનો જન્મ થયો. વૃશ્ચિક રાશી ન.ય. આવતા પરિવારના સભ્યોએ બાળકનું નામ નરેન્દ્ર રાખ્યું. સાથે ગુજરાતી જોડણી કોશ અનુસાર નરેન્દ્ર એટલે રાજા, પરંતુ પિતાજી નરેન્દ્રને લાડથી કુમાર કહીને બોલાવતા. એ સમયે કોઇને સ્વપ્ને પણ કલ્પના ન હતી કે આગળ જતાં આ કુમાર ગુજરાતીઓના જ નહિ, પણ દેશવાસીઓના દિલ સુધી રાજ કરશે.

એક સુભગ પળે એમણે નિર્ણય લઇ લીધો. સમગ્ર જીવન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાઇને રાષ્ટ્ર સેવા અને જનસેવાને સમર્પિત થવાનો. આ એક અડગ અવિચળ અને ભિષ્મ નિર્ણય હતો. નરેન્દ્રભાઇની ઉમર ત્યારે માત્ર ૧૭ વર્ષની હતી. નરેન્દ્રભાઇએ કોલેજનો અભ્યાસ છોડયો, પરિવારની સુંવાળી જીંદગી છોડી, પ્રેમાળ માતા, હેતાળ ભાઇઓ, વહાલી બેન, નિજનું ઘર, બચપન ગુજાર્યું એ શેરી અને વડનગર છોડયું. બસ, એ ઘડીથી આજ દિ સુધી એમણે પાછું વાળીને નથી જોયું. એના રાષ્ટ્ર સેવાના નિર્ણયને સંપૂર્ણ વફાદાર રહ્યાં વડનગર છોડયા પછી છેક ૧૫ વષે કેન્સર પિડીત પિતાજીની તબિયત જોવા ઘેર આવેલા.

સંઘના એક અદના પ્રચારક તરીકે રાષ્ટ્ર સેવા, જનસેવાના કાર્યમાં લાગી ગયા. ખભે થેલો, બે જોડ કપડા, થોડા પુસ્તકો લખવા માટેની સામગ્રી આજે આ ઘરે, કાલે બીજું ગામ, મળ્યું તે ભોજન અને જગ્યા મળે ત્યાં રાત્રી રોકાણ, કોઇ અપેક્ષા નહીં કોઇ ફરિયાદ નહીં. એકાકી અનિકેત, અપરિગ્રહ.

ભાજપમાં અખિલ ભારતીય મહામંત્રી તરીકે દેશના વિવિધ પ્રદેશોમાં પક્ષના વિકાસ અને વિસ્તારની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. સોમનાથ, અયોધ્યા રથયાત્રા અને કન્યાકુમારીથી કાશ્મીર એકતાયાત્રા તેમની આયોજનશકિત અને સંગઠનશકિતના ઉમદા ઉદાહરણ છે. નવનિર્માણ આંદોલન હોય કે કટોકટી વિરુદ્ઘની ચળવળ, પ્રશ્ન સામાજિક ન્યાયનો હોય કે કિસાનોના અધિકારનો, નરેન્દ્રભાઇ મોદીનું સંઘર્ષેશીલ વ્યકિતત્વ હંમેશા સફળ બની રહ્યું છે.

લેખન-વાંચનથી તમે કોઇના દિમાગ સુધી પહાંચી શકો, પણ પ્રવચન-વાણીથી લોકોનાં હૃદય સુધી પહોંચી શકાય છે. શ્રી નરેન્દ્રભાઇને વાંચવાની નહિ, સાંભળવાની ભાવસમાધિ એ લ્હાવો છે. આજે મોટા ભાગના રાજનેતાઓનાં પ્રવચનો તેમના પી.એ. અથવા માહિતીખાતાની પ્રેસનોટના આધારે વંચાતા હોય છે. પરંતુ નરેન્દ્રભાઇનું પ્રવચન મૌલિક હોય છે.

કન્યા કેળવણીથી લઇને ત્રાસવાદ, ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઇને ઇકોનોમિકસ, સાયન્સ પોલિટિકસ કે ધાર્મિક શિક્ષણ કોઇપણ વિષય પર પૂર્વતૈયારી વિના પણ નરેન્દ્રભાઇ કવોટેબલ કવોટ્સ આપી શકે છે. નરેન્દ્રભાઇ વિદેશી નિષ્ણાતોને, સૂટબૂટધારી એકસપર્ટસ પ્રોફેશનલ્સને, પ્રોફેસરોને.... અને ગામડાંના ગરીબ પ્રજાજનને, ગૃહિણીને શાળામાં ભણતા બાળકોને એક સરખી કુશળતાથી મોહિત અને પ્રભાવિત કરી શકે છે. જરાય ભાર ન લાગે તે રીતે અટપટા આંકડાઓ રજૂ કરી શકે છે. બોલતી વખતે નરેન્દ્રભાઇની છટા, બોડી લેંગ્વેજ અને પોશ્વર પણ એકદમ પરફેકટ હોય છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીનું એક વિશેષ પાસું પ્રજા સમક્ષ ખૂલ્યું નથી. તે એ છે કે, નરેન્દ્રભાઇ ઉમદા લેખક પણ છે. નરેન્દ્રભાઇ સંવેદનશીલ લેખક છે. વર્ષોથી લખતા આવ્યા છે. એમનું કટોકટી ઉપરનું 'સંઘર્ષમાં ગુજરાત' પુસ્તક બેસ્ટ સેલર બનેલું. ત્રણ - ત્રણ આવૃત્ત્િ। એની પ્રકાશિત થઇ. નરેન્દ્રભાઇએ બીજાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. 'સેતુબંધ' 'પત્રરૂપ શ્રી ગુરુજી', 'ભારતમાં ખ્રિસ્તી સંપ્રદાય સંઘની નજરે', 'સામાજિક સમરસતા વિના સામાજિક સમતા અશકય' વિગેરે પુસ્તકો લખ્યાં છે. કયાંક અનુવાદ કયો છે, કયાંક સંપાદન.

શ્રી નરેન્દ્રભાઇ મોદી મૌલિક વિચારક છે. મનને શાતા આપતા તેમના વિચારોના અંગુરને લખવા બેસીએ તો એક મોટું પુસ્તક લખાઇ જાય. એક મુલાકાતમાં નરેન્દ્રભાઇએ વ્યકત કરેલા થોડા વિચારો જોઇશું તો ખ્યાલ આવશે કે આજની ફાસ્ટ અને ભાગંભાગભરી જિંદગીમાં તે કેટલા ઉપયોગી છે.

નિયમિત પ્રાર્થના કરતા નરેન્દ્રભાઇ પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે, પ્રાર્થના ઇશ્વરનું સ્મરણ કરવાની એક સુંદર પદ્ઘતિ છે. તેઓ માને છે કે, પાણી શરીરને શુદ્ઘ કરે છે તો પ્રાર્થના અંતરને શુદ્ઘ કરે છે.

નરેન્દ્રભાઇ માને છે કે દરેક વ્યકિતએ 'જાત સાથે સંવાદ કરતાં શીખવુ જોઇએ. નરેન્દ્રભાઇને હિમાલયમાં એકલા ફરવા જવાનું ખૂબ ગમતું. વર્ષો પહેલાં તેઓ હિમાલયમાં તો કયારેક જંગલમાં ચાર - પાંચ દિવસ 'જાત સાથે સંવાદ' કરવા એકલા નીકળી પડતા. નરેન્દ્રભાઇ 'હું મને મળવા જાઉ છું' એવો એક કાર્યકમ કરતા અને હિમાલયની ગોદમાં નીકળી પડતા. એકવાર વિજયનગરના ગાઢ જંગલમાં છ દિવસ સુધી એકલા ફર્યા. . બસ, જાત સાથે સંવાદ-નિજાનંદ....

હેમત ગોહીલ

મીડીયા સેલ

જામનગર મહાનગર

ભાજપ

મો. ૯૪૦૮૯ ૬પ૪૦૦

(1:27 pm IST)