Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જામનગરના શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ભારતના વડાપ્રધાનના ૭૧માં જન્મદિનની વર્ષગાંઠ નિમિત્ત્।ે વૃક્ષારોપણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૭: જામનગરની સેવાકીય સંસ્થા શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ ફાઉન્ડેશન) દ્વારા જામનગર શહેર માં પર્યાવરણ બાબતેની જાગૃતિ લાવવાના ભાગરૂપે ભારતના વડાપ્રધાનના જન્મદિવસની પ્રતિવર્ષ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.  જામનગરના ગૌરવપથ માર્ગ પર સૌ પ્રથમ ૨૦૧૬ ની સાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાસ મોદીના  જન્મદિવસે ૬૭ વૃક્ષોનું સંતો-મહંતો તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને ત્યારથી અત્યાર સુધીમાં તમામ વૃક્ષોનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પ્રતિવર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જન્મદિવસે વધુ એક વૃક્ષ નો ઉમેરો કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે વધુ એક રોપા નું ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલ તથા નગરના પૂર્વ મેયર અને શહેર ભાજપના અગ્રણી શ્રી દિનેશભાઈ પટેલ તેમજ જામનગર શહેર ભાજપના ઉપ-પ્રમુખ શ્રી કે.જી. કનખરાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જામનગરની સંસ્થા શ્રી એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન શ્રી. નરેન્દ્રભાઇ મોદીના ૬૭માં  જન્મદિનની વર્ષગાંઠ ની ઉજવણી ના ભાગ રૂપે  તારીખ ૧૭.૯.૨૦૧૬ ના દિવસે જામનગરના ગૌરવપથ માર્ગ પર ૬૮ જેટલા લીમડા-પીપળા-સપ્તપર્ણી સહિતના રોપાઓ વાવવામાં આવ્યા હતા, અને તેના પર ટ્રી ગાર્ડ પણ ટ્રસ્ટ ના માધ્યમ થી લગાવવામાં આવ્યા છે, અને તે તમામ વૃક્ષોનું હાલમાં જતન પણ કરવામાં આવી રહ્યું છે. જે પૈકીના કેટલાક વૃક્ષો ૧૨થી ૧૫ ફૂટ થી પણ વધુ ઊંચાઈ ના થઇ ગયા છે. જેની માવજત કરવામાં આવી રહી છે.

ઉપરાંત આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મ દિવસની વર્ષગાંઠ ની ઉજવણીના ભાગરૂપે વધુ એક રોપા નું ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલ તેમજ નગરના પૂર્વ મેયર અને શહેર ભાજપના અગ્રણી શ્રી દિનેશભાઈ પટેલ તેમજ જામનગર શહેર ભાજપના ઉપ-પ્રમુખ શ્રી કે.જી. કનખરાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, અને જામનગર શહેરની પર્યાવરણની જાળવણી માટે ની અનોખી પહેલ કરવામાં આવી રહી છે.

(1:27 pm IST)