Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

દેવભુમી દ્વારકા જીલ્લામાં મોસમનો સરેરાશ ૧૦પ.૪૬ ટકા વરસાદ વરસી ગયો

૧૪ પૈકી ૬ જળાશયો ઓવરફલો થયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૭ : ખંભાળિયા પંથકમાં છેલ્લા ત્રણેક દિવસના મેઘ વિરામ બાદ ગઇકાલે ગુરૂવારે બપોરે બાદ પુન : સવારી વરસી હતી અને સાંજે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા.

ગઇકાલે ગુરૂવારે સવારથી વાતાવરણમાં ઉઘાડ તથા સુર્યનારાયણના દર્શન બાદ બફારા ભર્યા માહોલ વચ્ચે બપોરે ઘટાટોપ વરસાદી માહોલ છવાયો હતો અને સાડા ત્રણ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે સાંજ સુધીમાં ભારે  બાદ હળવા ઝાપટા રૂપે સાંજ સુધીમાં ૮૩ મીમી પાણી વરસી ગયુ હતુ. મુશળધાર વરસાદના પગલે તાલુકાના મોટા ભાગના જળાશયો તરબતર બન્યા છે. ખંભાળિયા શહેરને પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં ગઇકાલ સુધીમાં નવા નીરની આવક થતા ડેમની સપાટી સાડા દસ ફૂટ સુધી પહોંચી છે. આ ઉપરાંત મહત્વના એવા જામનગર રોડપરના સિંહણ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. આજે સાંજે છ વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં કુલ ૮પ૧ મીમી વરસાદ નોંધાયો છે.

ખંભાળિયા તાલુકામાં કુલ ૮પ૦ મીમી (૧૦૮.૭૦ ટકા) કલ્યાણપુર તાલુકામાં ૮૧૧ મીમી (૯૮.૦૭ ટકા), ભાણવડ તાલુકામાં ૭૬ર મીમી (૧૦૮.૩૯ ટકા) અને દ્વારકા તાલુકામાં પપ મીમી (૧૦૮.૬૮ ટકા) મળી જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦પ.૪૬ ટકા વરસી ગયો છે. જિલ્લાના કુલ ૧૪ પૈકી ૬ જળાશયો હાલ ઓવરફલો છે.

(1:24 pm IST)