Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને મંત્રી મંડળમાં સ્થાન મળતા કેશોદ મત વિસ્તારમાં ખુશીનો માહોલ

ધારાસભ્યશ્રી માલમના નિવાસસ્થાને પેંડાથી મિઠા મોઢા કરાવી પરિવારે શુકન સાચવ્યા : ભાજપ કાર્યકરો આગેવાનોએ શહેરના ચારચોકમાં આતશબાજી કરી ખુશી વ્યકત કરી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૭: કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને મંત્રીમંડળમાં સ્થાન મળતાં સમગ્ર કેશોદ વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળેલછે.

ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમનો મંત્રીપદમાં સમાવેશ થયાના કેશોદમાં સમાચાર મળતાં ધારાસભ્યશ્રી માલમના નિવાસસ્થાને પેંડાથી મિઠામોઢા કરાવી શુકન સાચવી ખુશીનો માહોલ જોવા મળેલ હતો.ભાજપ કાર્યકરો અને આગેવાનોએ શહેરના ચારચોકમાં ફટાકડાની આતશબાજી કરી તેમના મંત્રીપદને આવેકારેલ હતો. દેવાભાઈને મંત્રીપદ મલ્યાના સમાચાર મળતા તેમના સમર્થકો,શુભેચ્છકોએસોશ્યલ મિડીયા દ્વારા શુભેચ્છા પાઠવી ખુશી વ્યકત કરી રહેલછે.

મંત્રીશ્રી દેવાભાઈ માલમની સામાજીક રાજકીય કારર્કિદી

કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ ની ગુજરાત રાજય સરકાર માં મંત્રી તરીકે પસંદગી સીધુ સાદગી ભર્યુ જીવન જીવતા અને લોક સેવાને જીૃન મંત્ર બનાવનાર મંત્રીશ્રીનીસામાજીક અને રાજકીય કારર્કિૈદી આ પ્રમાણેછે.

નામ - માલમ દેવાભાઇ પૂંજાભાઈ ગામ - થલ્લી તાલુકો - માંગરોળ જીલ્લો - જુનાગઢ જન્મ તારીખ - ૧૨-૦૧-૧૯૫૯ જન્મ સ્થળ - થલ્લી અભ્યાસ - ૪ ધોરણ

રાજકીય - જિલ્લા પંચાયત ના સદસ્ય તરીકે ત્રણ વખત ચુંટાયેલા છે. જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષમાં નેતા પણ રહી ચૂકયા છે.સિંચાઇ સમિતિના ચેરમેન પણ રહી ચુકયા છે .

સામાજિક - કોળી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. કેશોદ નાં ધારાસભ્ય દેવાભાઈ માલમ વ્યવસાયિક ધોરણે બાંધકામ ક્ષેત્રે વ્યવસાય સાથે જોડાયેલા છે. કેશોદ શહેરમાં થી ચોથા ધારાસભ્ય નો ગુજરાત મંત્રી મંડળમાં સમાવેશ થયો છે.

(1:08 pm IST)