Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ઉનાઃ શાહી નદીનાં બેઠા પુલ ઉપર પાણીના પ્રવાહમાં બળદ ગાડું તણાયાઃ ગાડા ચાલકનો બચાવ

બળદનું મૃત્યુ થતાં વળતર ચુકવવા તથા પુલ ઉપરના તુટી ગયેલ પાળાની મરામત કરવા રજૂઆત

(નિરવ ગઢીયા દ્વારા) ઉના તા. ૧૭ :.. તાલુકાના ભાચા ગામની શાહી  નદીનાં બેઠા પુલ ઉપર પાણીના ભારે પ્રવાહમાંથી નીકળવા જતાં બળદ ગાડું તણાય જતા અને બાળદનું મૃત્યુ થયેલ છે. ગાડું ચલાવનારનો બચાવ થયો છે. બળદનું મૃત્યુ તથા ગાડું તણાય જતા નુકસાની માટે વળતર ચુકવવા ખેડૂતે સરકારમાં રજૂઆત કરી છે.

તાલુકાના ભાયા ગામે બેઠો પુલ આવેલ છે તેમાં શાહી નદી પસાર થાય છે અને  ઉપરવાસમાં  ભારે  વરસાદ પડતા આ પુલ ઉપર પાણીનો પ્રવાહ વધ્યો છે. સામે કાંઠે ૧પ થી ર૦ મકાનોમાં રહેતા લોકો અને પોતાના ખેતર જતા લોકો આ પુલ પર પસાર થાય છે ત્યારે ચોમાસાની ઋતુમાં આ પુલ ઉપર પાણી આવી જાય છે અને તેમાં ગ્રામવાસીઓને અવારનવાર તકલીફ થાય છે.

 આ પુલ ઉપર નારણભાઇ ભેમાભાઇ ડાંગોદરા તે આ બળદ-ગાડું લઇને પસાર થઇ રહ્યા હતા જયારે આ પુલ ઉપરનો બાધ તુટી ગયેલ હોય બળદ ગાડુ અને બળદ બંને પાણીમાં તણાયને ગરકાવ થયા હતા ત્યાર ગ્રામવાસીઓ એકત્રીત થઇ બળદ-ગાડા અને બળદને બંનેને પાણીથી બહાર કાઢયા હતા ત્યારે બળદનું મૃત્યુ થતાં ખેડૂતો આધાર અને ખેડૂતનો હાથ ગણાતા બળદ મૃત્યુ થતા ખેડૂતે સરકાર સામે સહાય અરજ કરી છે અને આ પુલનું સમારકામ તેમજ નવો પુલ બનાવવા ગ્રામવાસીઓમાં માંગ ઉઠવા પામી છે. 

(12:05 pm IST)