Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જૂનાગઢ જિલ્લામાં ૭૯.૭૭ અને શહેરમાં ૮૪ ટકા નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો

જૂનાગઢ,તા.૧૭: ૨ જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ વેકસીનનો પ્રથમ ડોઝ ૭૯.૭૭ ટકા અને શહેરમાં ૮૪ ટકા નાગરિકો કોરોના વેકસીન લઇ રક્ષિત થયા છે. ત્યારે હજુ બાકી રહેતા નાગરિકો માટે જૂનાગઢ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરના રોજ મહાવેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને હરાવવા નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા જિલ્લા કલેકટરશ્રી રચિત રાજે અનુરોધ કર્યો છે.

કોરોનાના રક્ષણ માટે કોરોનાને હરાવી વિજય મેળવવા વેકસીનેશન જ અમોદ્ય શસ્ત્ર સાબિત થઇ રહ્યું છે અને વેકસીનેશન જ રામબાણ ઇલાજ છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં આવતીકાલ તા. ૧૭ ના રોજ તમામ સરકારી દવાખાના, સબ સેન્ટર અને જયા સબ સેન્ટર નથી ત્યાં આંગણવાડી કેન્દ્રો પર મહાવેકસીનેશન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

આ વેકસીનેશન કેમ્પ અંગે કલેકટરશ્રી રચિત રાજે જણાવ્યુ કે, આવતીકાલે જૂનાગઢ જિલ્લામાં સવારે ૮ કલાકથી વેકસીનેશન યોજાશે. જેમાં જેમણે પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેમણે તેમજ બીઝો ડોઝ લેવાનો બાકી હોય તેમણે આ કેમ્પમાં રસી લેવા ખાસ અનુરોધ છે. સાથે જ સગર્ભા માતા, ધાત્રી માતાઓને પણ વેકસીન લેવા જણાવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં કોવિડ વેકસીનની વાત કરીએ તો અત્યાર સુધીમાં પ્રથમ ડોઝ ૮,૩૫,૫૪૩ લોકોએ  લીધો છે. જયારે બીઝો ડોઝ ૨,૭૬,૮૬૭ લઇ ચૂકયા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૧૧,૧૨,૪૧૦ નાગરિકો રસી મૂકાવી રક્ષિત થયા છે. જયારે જૂનાગઢ શહેરમાં ૨,૦૭,૫૭૧ લોકોએ કોરોના રસીથી રક્ષિત થયા છે.

જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ખાસ વેકસીનેશન ગોઠવીને ૧૮ વર્ષથી ઉપરના બાકી રહેલા મહત્ત્।મ લોકોને રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓ રાત્રી સેશન યોજીને પણ કોરોના મૂકત અભિયાનને વેગ આપી રહ્યા છે. મહાવેકસીનેશન કેમ્પ માટે સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ પણ સહયોગી બની રહી છે.

(11:57 am IST)