Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ર૦રરમાં આપણી પાર્ટીનું લક્ષ્ય પુરૂ કરીશું : વિભાવરીબેન દવે

મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળને શુભેચ્છા આપતા ભાવનગરના ધારાસભ્ય-પૂર્વ મંત્રી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૪ : ગુજરાતના પૂર્વ રાજય કક્ષાના મંત્રી અને ભાવનગરના એમએલએ વિભાવરીબેન દવે એ ખુબ ઉત્સાહ અને ઉમંગથી સરકારના નવા મંત્રી મંડળને આવકાર આપ્યો હતો.

ગુજરાત સરકારના ભુપેન્દ્રભાઇ પટેલની નવી ટીમને નવી ઉર્જા સાથે નવા કામ સાથે ગુજરાતમાં આવી છે તે ટીમને ખુબ શુભેચ્છાઓ પાઠવી છે. ગુજરાતના વિકાસ કામો જે કર્યા છે અને ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે તે આપણે બધા સાથે રહી એ ઉર્જામાં વધારો કરી આગળ વધીશું ર૦રરમાં આપણી પાર્ટીનું જે લક્ષ છે એ લક્ષ પુરૂ કરવામાં ખુબ જ પ્રયત્નશીલ રહીશુ પક્ષ દ્વારા જે પણ જવાબદારીઓ આપશે તે જવાબદારીઓ નિભાવીશું નરેન્દ્રભાઇ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઇ રૂપાણી અને ભુપેન્દ્રભાઇના કામોને આગળ વધારીશું.

(11:55 am IST)