Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં નરેન્‍દ્રભાઇના જન્‍મદિન નિમિત્તે સેવાકાર્યોનો ધમધમાટ

કોરોના રસીકરણ કેમ્‍પ, ગરીબોને સહાય, હોસ્‍પિટલોમાં ફ્રૂટ વિતરણ સહિત અનેક કાર્યક્રમો

ધોરાજી હોસ્‍પિટલમાં ફ્રુટ વિતરણ કરાયું તે નજરે પડે છે.
રાજકોટ તા. ૧૭ : આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિન નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં સેવાકાર્યોનો ધમધમાટ શરૂ કરાયો છે.
ધોરાજી
(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી : ભારતના વડાપ્રધાન અને દિવ્‍ય દૃષ્‍ટ્રા નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસે ધોરાજીની સરકારી હોસ્‍પિટલ ખાતે સરકારી હોસ્‍પિટલ સ્‍ટાફ પરિવાર અને માનવ સેવા યુવક મંડળ દ્વારા દર્દીઓ ફ્રુટ વિતરણ કરાયું. આ તકે ધોરાજી સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. જયેશભાઇ વેસેટીયનએ દર્દીઓને કોરોના રસીકરણ જે લોકોને બાકી છે તે લોકો વેક્‍સીન લે અને વેકસીન અંગે થતા ફાયદાઓ જણાવેલ હતા અને આપણા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસે દિધાર્યુ અંગે પ્રાર્થના કરેલ. આ તકે સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. રાજ, ડો. અંકીતા પરમાર, ડો. પાર્થ મેઘનાથી, ડો. ગૌરવ હાપલીયા, મમતાબેન માવાણી, જયશ્રીબેન વડાલીયા, માનવ સેવાના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકી હાજર રહેલ હતા.
ગોંડલ
(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલની યાદીમાં જણાવાયુ છે કે આજે તા. ૧૭ શુક્રવારે આખો દિવસ મેગા વેક્‍સીનેસશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં નગરપાલિકા વિસ્‍તારમાં ૧૬ જગ્‍યા એ અને તાલુકા વિસ્‍તારમાં ૫૫ જગ્‍યાએ વેકશીન આપવામાં આવનાર છે, તો આ તકે રસી મુકાવવા માં બાકી હોય તે કોરોના પ્રતિકારક રસી મુકાવી શકશે સવારના ૮થી મોડી સાંજ સુધી વેક્‍સીનેસશન કાર્ય શરૂ રહેશે તેવું અંતમાં જણાવ્‍યું હતું.
બગસરા
(સમીર વિરાણી દ્વારા) બગસરા : પ્રદેશ ભાજપ સુચના અનુસાર અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અને વડાપ્રધાનશ્રીના જન્‍મદિન નિમિત્તે માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલની અધ્‍યક્ષતામાᅠ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્‍નાકરની ઉપસ્‍થિતિના પ્રદેશ બેઠક મળી હતી. જેમાં નીચે મુજબના આગામી કાર્યક્રમોᅠ નક્કી થયા છે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ કૌશિકભાઈ વેકરીયા હાજરી આપશે સાથે જે.વી કાકડિયા, મનોજભાઈ મહીડા હાજર રહેશે તથા બગસરા શહેરના તમામ નગરપાલિકાના ચૂંટાયેલા તથા હારેલા સભ્‍યો તથા સંગઠનના કાર્યકર્તાઓ તથા તાલુકા પંચાયતના સભ્‍ય તથા તાલુકા પ્રદેશના સભ્‍યશ્રીઓᅠ તાલુકા પ્રદેશના હોદ્દેદારોએ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ પાઠવીએ છીએ બપોરે ૩.૩૦ કલાકે બાલમંદિરમાં વેક્‍સિન અને નિદાન કેમ્‍પ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ સાથે સ્‍વચ્‍છતા અભિયાનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્‍યો છે. બપોરે ૫.૦૦ મુંજિયાસર ડેમ ઓવરફલો થતા જળના વધામણા તથા જળ પૂજનનો કાર્યક્રમ ૭.૦૦ સિદ્ધેશ્વર મહાદેવ ના મંદિરમાં મહાઆરતી કરવામાં આવશે તેમજ બગસરા શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઇ કોટડીયા મહામંત્રી અશોકભાઈ પંડ્‍યા મહામંત્રી મછરાણિ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ સતાસિયા સહિતના હોદ્દેદારો હાજર રહેશે.

 

(11:05 am IST)