Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જેતપુરમાં દેરડી બેઠા પૂલને ઉંચો બનાવવા સીએમને રજૂઆત

જેતપુર, તા. ૧૭ :. શહેરની મધ્‍યમાંથી પૌરાણીક ભાદર નદી પસાર થતી હોય આ નદી ઉપર બેઠો પૂલ હોય જેના ઉપરથી દેરડી, મોણપર, કાગવડ, ખંભાલીડા તેમજ કાગવડ ખાતે ખોડલધામ જવાતુ હોય ઉપરવાસ વધુ વરસાદ પડે કે ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્‍યારે આ પૂલ પાણીમાં ગરકાવ થઈ જતો હોય લોકોને તેના ઉપરથી પસાર થવુ અશકય બની જાય છે.
આ પૂલ ઉપરથી પાણીના કારણે અકસ્‍માતે જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. હાલ તાજેતરમાં જ બે દિવસ પહેલા જ રાત્રીના એકાએક પાણી પૂલ ઉપર ચડી જતા રીક્ષા પાણીના પ્રવાહમાં તણાઈ જતા એક વ્‍યકિતએ જીવ ગુમાવવો પડયો હતો. આવા અકસ્‍માત પાણી આવવાથી બનતા રહે છે. બેઠા પૂલને બદલે ઉંચો પૂલ બનાવવામાં આવે જેથી અકસ્‍માત નિવારી શકાય તેવી રજૂઆત પૂર્વ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત કરેલ.

 

(10:25 am IST)