Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

લોધીકા-તાલુકામાં વરસાદથી નુકશાનનો રીસર્વે કરવા માંગ

ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન

 (સલીમ વલોરા દ્વારા) લોધીકા,તા. ૧૭: લોધીકા તાલુકામાં ભારતીય કિસાન સંઘ દ્વારા અતિવૃષ્ટિના કારણે મામલતદારને ભારતીય કિસાન સંદ્યના પ્રમુખ પાંભર હરેશભાઈ ઉપપ્રમુખશ્રી ડાયાભાઈઘાડિયા દ્વારા આવેદન પત્ર પાઠવવામા આવ્‍યું છે.
તા.૧૩.૯.૨૦૨૧ના રોજ અતિવૃષ્ટિ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના ઉભા પાકમાં તેમજ બંધપારામાં ખેતરો ધોવાયેલા છે જેથી લોધિકા તાલુકાના ભારતીય કિસાન સંદ્યના પ્રમુખશ્રી હરેશભાઈ પાંભર ઉપપ્રમુખ ડાયા ભાઈઘાડીયા . વિનુભાઈ દ્યિયાળ (કોઠાપીપળીયા)ધીરૂભાઈ વાડોદરીયા (લોધીકા) નિલેષભાઈ (દેવળા) શૈલેષભાઈ (દેવગામ) રાજુભાઈ (ચીભડા)ભરતભાઈ (સાગણવા) ભરતભાઈ (નગરપીપળીયા) રજુઆત કરેલી છે જે લોધિકા તાલુકાના તમામ ગામોમાં તાત્‍કાલિક ધોરણ સર્વે કરવા તેમજ જી.ઈ બી ના પોલ તાત્‍કાલિક ધોરણ રીપેર કરવા તેમજ સર્વે કરી ખેડૂતોને વહેલાᅠ તે સહાય તેમજ રોડ રસ્‍તા ચેક ડેમ તુટેલા હોય જે બાબતે પૂરતુ ધ્‍યાન દોરવામાં આવે અને યોગ્‍ય કાર્યવાહી કરવામા આવે એવી ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને રજૂઆત કરી છે.
તેમજ લોધીકા માં આવેલી લોધીકડી (ચેક)ડેમ તૂટતા કોઠા પીપળીયા ગામમાં પાણી ફરી વળ્‍યું. લોધિકા તાલુકાના કોઠાપીપળીયા ગામમા નદી ઉપર બાધવામાં આવેલ પુલનુ ટેકનીકલ પુલના કારણે ખેડૂતોના ઉભા પાકો પાણીમા ફળી વળ્‍યું ખેતરોમા જમીનનુ ધોવાણ પણ થયુ તેમજ નિચાણ વાળા વિસ્‍તાર મા ગરીબ(મધ્‍યમ વર્ગ)ના ઘરોમાં ૫ થી ૬ ફુટ પાણી ભરાયા હતા ગરીબ લોકો રાત દિવસ એક કરીને કરતા હોય તેમના ઘરોમાં અનાજ પણ પલળી ગયુ હતુ.
જે બાબતે ફોફળ નદી ઉપર આવેલો પુલનુ રીસર્વે કરવામા આવે તે કોઠાપીપળીયાના ખેડુતો નિચાણવાળા વિસ્‍તારમા રહેતા દ્વારા મામલતદારને વિનંતી કરવામા આવેલી છે.

 

(10:21 am IST)