Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મોરબી જીલ્લામાં મેગા વેક્સીનેશન કેમ્પ

જીલ્લાના પાંચ તાલુકામાં ૩૦૧ સ્થળે વેક્સીન અપાશે બુથ અને ઘરે ઘરે વેક્સીન આપવાનું આયોજન કરાયું

મોરબી જીલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના જન્મદિવસ પ્રસંગે મેગા વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં છે જેમાં જીલ્લામાં કુલ ૩૦૧ સ્થળોએ વેક્સીનેશન કેમ્પ યોજાશે એટલું જ નહિ બુથ ઉપરાંત ઘરે ઘરે જઈને લોકોને વેક્સીન આપવામાં આવશે

શુક્રવારે નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે જીલ્લામાં મેગા વેક્સીનેશન કેમ્પનું આયોજન કરાયું હોય જે અંગે માહિતી આપતા જીલ્લા કલેકટર જે બી પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં ૨૪૫ ગ્રામ્ય પંથકમાં અને શહેરી વિસ્તાર માટે ૫૬ વેક્સીનેટર એમ કુલ ૩૦૧ વેક્સીનેટરની નિમણુક કરાઈ છે અને મોરબી જીલ્લામાં કુલ ૩૦૧ સ્થળોએ રસીકરણ કેમ્પ યોજાશે જેમાં બુથ પર રસી અપાશે એટલું જ નહિ બુથ પર જવા સક્ષમ ના હોય તેવા નાગરિકોને ઘરે ઘરે જઈને પણ રસીનો ડોઝ અપાશે
મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં થયેલ વેક્સીનેશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જીલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૮.૧૮ લાખ નાગરિકો વેક્સીન લેવાને પાત્ર છે જેમાં ૫.૪૫ લાખ લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે સરેરાશ ૬૭ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

(12:31 am IST)