Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

માળિયા હાઈવે પરથી મોપેડમાં ઈંગ્લીશ દારૂ લઇ જતો શખ્શને ઝડપી લેવાયો

ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ દારૂ અને સ્કૂટર સહીત કુલ રૂ ૪૩,૬૦૦ નો મુદામાલ જપ્ત

મોરબી : માળિયા હાઇવે પરથી પોલીસે મોપેડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર એક શખ્શને ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો હતો તો અન્ય આરોપીનું નામ ખુલતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

  માળિયા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન માળિયા હાઈવે પર આરામ હોટલ પાસેથી પસાર થતા મોટરસાયકલ જીજે ૩૬ પી ૫૧૩૮ રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ મળી આવતા પોલીસે ૩૬૦૦ નો દારૂ અને સ્કૂટર સહીત કુલ રૂ ૪૩,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપી મુળજીભાઈ રતિલાલ પરમાર રહે હાલ લાલપર મૂળ ઊંટબેટ સામપર વાળાને ઝડપી લીધો છે તો આરોપીએ દારૂનો જથ્થો રવિ ધીરજલાલ લખતરીયા રહે લાલપર મોરબી વાળા પાસેથી મેળવ્યાની કબુલાત આપતા પોલીસે અન્ય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:27 am IST)