Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોરબી ચેક રીટર્ન કેસમાં કોર્ટે ડબલ રકમનો દંડ અને બે વર્ષની કેદની સજા ફટકારી

મોરબીની કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ ચાલી જતા કોર્ટે આરોપીને ડબલ રકમનો દંડ ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે ચુકવવા અને બે વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો અનુસાર ભરતભાઈ મગનભાઈ ધોરીયાણી તે રાધે સિરામિકના પાર્ટનર મોરબી વાળા પાસેથી પાયલ ટ્રેડીંગના પ્રોપ્રાયટર દિનેશભાઈ આર લોરીયાએ ઉધારમાં સિરામિક રો મટીરીયલ્સની ખરીદી કરી ખરીદ કરેલ જે માલની ચુકવણી માટે ચેક આપેલ જે ચેક રીટર્ન થતા ચેક રીટર્ન અંગેનો કેસ મોરબી ફોજદારી કોર્ટમાં ચાલુ હતો દરમિયાન સમાધાન થતા સમાધાન પેટે કોર્ટ રૂબરૂ બે ચેક જેની કુલ રકમ રૂ ૪.૩૦ લાખ આપેલ
જે બંને ચેક રીટર્ન થતા ફરિયાદી ભરતભાઈએ આરોપી દિનેશભાઈ લોરિયા સામે ધી નેગોશીએબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી કેસ દાખલ કર્યો હતો જે કેસ મોરબીના મહે. ચીફ જ્યુડી. મેજી એ. એન. વોરા સાહેબની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીએ તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા, ચેકની રકમ રૂ ૪,૩૦,૦૦૦ ની બમણી રકમ રૂ ૮,૬૦,૦૦૦ નો દંડ અને ચેકની રકમ પર ૯ ટકા વ્યાજ સહિતની રકમ ચુકવવા હુકમ કર્યો છે
જે કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ ચિરાગભાઈ દુષ્યંતભાઈ કારીઆ, રવિભાઈ કિશોરભાઈ કારીઆ રોકાયેલ હતા.

(12:15 am IST)