Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જૂનાગઢમાં દિપડાનો મૃતદેહ મળ્યો

જૂનાગઢઃગિરનાર અભયારણ્યમાં ડુંગર દક્ષિણ રેન્જના ખોડીયાર રાઉન્ડમાં આવેલા વિલીંગ્ડન ડેમ વિસ્તારમાંથી આશરે આઠથી નવ વર્ષ ઉમર ધરાવતી દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. આર.એફ.ઓ. ભગીરથસિહ ઝાલાએ જણાવ્યું હતું કે દિપડીના મૃતદેહનો કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST