Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

રાજુલામાં ૩, જામનગરના મોટા વડાળામાં ૧ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સવારે તડકો સાંજે કયાંક ભારે તો કયાંક હળવો વરસતો વરસાદ

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં દરરોજ કયાંક ભારે વરસાદ વરસી જાય છે.

ગઇકાલે અમરેલી જિલ્લાના રાજુલામાં ૩ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે જામનગરના મોટા વડાળામાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.

છેલ્લા થોડા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે. દરરોજ સવારથી બપોર સુધી ધુપ-છાંવનો માહોલ યથાવત રહે છે.

જ્યારે બપોર બાદ ધીમે-ધીમે વરસાદી માહોલ જામે છે અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ પડે છે.

આજે પણ સવારથી સર્વત્ર ધુપ-છાંવ યથાવત છે અને બફારાનો અનુભવ થઇ રહ્યો છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : જિલ્લાના રાજુલામાં ૭૪ મી.મી., સાવરકુંડલામાં ૩ મી.મી., ખાંભામાં ૬ મી.મી. વરસાદ પડયો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : છેલ્લા ૨૪ કલાકમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળામાં એક ઇંચ વરસાદ પડયો છે.

(12:56 pm IST)