Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જામનગરમાં પાંચના અપમૃત્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭: જામનગરમાં જુદા-જુદા ૪ બનાવમાં પાંચના અપમૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

અમસ્માતે પાણીમાં ડુબી જતા બે ના મોત

જામનગરઃ લાખાબાવાળ ગામે રહેતા ઓસ્માણ ઉર્ફે વીનો વાલીમામદભાઈ સામાલી એ પંચ ભબીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ–૯–ર૦ર૦ના આ કામે મરણજનાર અબ્બાસ વલીમામદ સામાલી, ઉ.વ.૧૯, લાખાબાવળ જતા રસ્તે નદીના પાણીના પ્રવાહમાં પુલીયા પરથી લપસી જતા પાણીમાં પડી જતા ડુબી જતા જેના મરણજનાર હાજી મથુપોત્રા, ઉ.વ.૪૦, રે લાખાબાવળગામવાળા બચાવવા જતા એ પણ પાણીમાં ડુબી જતા મરણજનાર અબ્બાસ વાલીમામદ ની લાશ પાણી માંથી માળી આવતા તેમજ હાજી હુશેન મથુપોત્રા ની લાશ મળી આવેલ ન હોય જેથી અકસ્માતે પાણીમાં ડુબી જતા મરણ ગયેલ છે. આ અંગે પંચ ભબીભ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. પી.એ.ખાણધર આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બિમારીથી યુવાનનું મોત

મેહુલ સીનેમા પાછળ અંજતા સોસાયટીમાં રહેતા ચીરાગ રમેશભાઈ પરમાર, ઉ.વ.૧૯, એ સીટી સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬–૯–ર૦ર૦ના આ કામે મરણજનાર રમેશભાઈ કચરાભાઈ પરમાર, ઉ.વ.૪૯ એ છેલ્લા આઠેક વર્ષથી બી.પી.જેવી બિમારી હોય અને આજરોજ કોઈપણ કારોણસર મરણ ગયેલ છે.

કેન્સરની બિમારીથી વૃઘ્ધનું મોત

અહીં જુમા મસ્જિદ પાછળ, મોટુ ફળીયામાં રહેતા કલ્પેશભાઈ મુનીભાઈ દાવડા, ઉ.વ.૩૮, એ સીટી સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૬–૯–ર૦ર૦ આ કામે મરણજનાર અરવિંદભાઈ ચુનીભાઈ દાવડા, ઉ.વ.પ૩, રે. રણજીતનગર બ્લોક નં.–જી.૧૪, પહેલા માળે, જામનગરવાળાને બ્લડ કેન્સરની બિમારી હોય તેના કારણે બી.પી. ઘટી જતા મરણ થયેલ છે.

બિમારીથી પરણિતાનું મોત

અહીં માધવબાગ–પ માં રહેતા પ્રવિણભાઈ નગાભાઈ મચ્છાર એ સીટી સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯–૯–ર૦ર૦ના આ કામે મરજનાર મંજુલાબેન પ્રવિણભાઈ મચ્છાર, ઉ.વ.રપ, રે.સાંઢીયા પુલ પાસે, માધવબાગ–પ, જામનગરવાળાની એક દિવસથી તાવ આવતો હોય ઉલ્ટી થવા લાગતા મરણ થયેલ છે.

કેબલ વાયરની ચોરી કરતો તસ્કર

મેઘપર પોલીસ સ્ટેશનમાં જયદીપભાઈ વિનોદભાઈ મહેતા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૯–ર૦ર૦ના આ કામના આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ગ્રીન બેલ્ટની દિવાલે દોરડું બાંધી દિવાલ કુદી અંદર પ્રવેશ કરી પી એન્ડ એમ વિભાગના વર્કશોપનું સાઈડનું પતરૂ ખસેડી વર્કશોપમાં અંદર પ્રવેશ કરી વર્કશોપમાં રાખેલ વેલ્ડીંગ મશીન ઓપરેટ કરવા માટે ઉપયોગમાં લેવાતા કોપર કેબલ વાયર આશરે ૩૦૦૦ મીટર, િંકંમત રૂ.ર,૪૦,૦૦૦/– ના મુદામાલની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

રામેશ્વરનગરમાંથી મોટરસાયકલ ચોરાયું

જામનગર : સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ તુલશીભાઈ પારવાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૯–ર૦ર૦ના રામેશ્વરનગર, ગરબી ચોક પાસે, જામનગરમાં ફરીયાદી રમેશભાઈએ સુજુકી એકસેસ મોટર સાયકલ જેના રજી.નં. જી.૧૦–ડી.ડી.–૧ર૬૦ જેની કિંમત રૂ.રપ,૦૦૦/– આ કામનો આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૯–ર૦ર૦ના કબીર આશ્રમ રોડ, ખફી હોટલની સામે જામનગરમાં આ કામના આરોપી અલારખાભાઈ જુસબભાઈ પીલુડીયા, રે. જામનગરવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડા રૂ.૧૦૧૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:55 pm IST)