Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

પોરબંદરના અતિ સંવેદનશીલ કાંઠા ઉપર ડ્રગ્સ માફિયાઓનો ડોળો..?

અન્ય ધંધાની આડમાં સર્વોચ્ચ ડ્રગ્સ માફિયાઓની સીન્ડીકેટ? : સીધો વ્યવહાર કરતા નથી : રાષ્ટ્રહિત માટે ડેન્જર-ચાર્લીનો સર્વે ઉપરથી ઇશારો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૭ : લાંબા સમયના વિરામ યાત્રા બાદ રાષ્ટ્રપ્રેમી દેશભકિતથી રંગાયેલ સરકારશ્રી તરફથી અલિપ્ત રહી પોરબંદરના ૧૦૫ એકસો પચાસ કિમીના દરિયાકિનારે બાજ નજર રાખનાર ડેન્જર અને ચાર્લી જયારે ઓખા હર્ષદ મિયાણીના અરબી સમુદ્ર તથા અખાતના દરિયાકિનારે દેશભકિતથી પ્રેરાય સ્વૈચ્છિક રીતે સરકારી માધ્યમથી અલિપ્ત રહેલ રોબર્ટ રોજી દ્વારા સંક્ષિપ્ત ઉંડાણપુર્વકનો સર્વે પુર્વ તથા વર્તમાન ભવિષ્ય સબંધે ઇશારો કરી રહેલ છે.

પોરબંદરનો દરિયાકિનારો બંદર અગ્નિપથની રાહ દિશા બતાવે છે. તેની ઓળખ દેશ પ્રેમી રાષ્ટ્રભકતોની નવી ઓળખ અગ્નિપથની આપી તેમા સર્વે તરફ આગળ વધી રહ્યા છે. સને ૧૯૫૬ની સાલથી પોરબંદર દરિયાકિનારો ગોસા બારાથી દેશદ્રોહી ગદ્દારો દાણચોરો માટે કુખ્યાત રીતે ઉતેજના પુર્ણ રહ્યો છે. થોડો અલ્પવિરામ શેષ મધ્યાંતર સાથે ગમે ત્યારે દેશદ્રોહી ગદ્દારો પોતાની અઘોર નિંદ્રામાંથી બહાર આવે છે. દેશદ્રોહી ગદ્દાર પ્રવૃતિ કરી જરૂરત મુજબ નાણા મેળવી લ્યે. સોનુ, ચાંદી, ઇલેકટ્રોનીક, કટલેરી, તેજાનાની દાણચોરી નુકશાનકારક હોવા છતા સામાન્ય ગણાતી પરંતુ સને ૧૯૮૪-૮૫ના સાલથી દેશદ્રોહી ગદ્દાર દાણચોરીની પ્રવૃતિ વેગ પકડયો. પ્રારંભ સોનુ ત્યારબાદ ચાંદી  પોરબંદરબના દરિયાકિનારે દેશદ્રોહી તત્વો દ્વારા ઘુસાડવામાં સફળતા મળી ભાવ પણ મળતો. આ સમયનો પુર્વ ગાળો સમય સને ૧૯૬૩ થી ૧૯૭૦ સુધી પણ તપાસવો રહ્યો. કુછડી ખીમેશ્વર, સુભાષનગર, વિસાવાડા (મુળદ્વારકા), જીવંત ગણાતા ત્યારબાદ પ્રવૃતી મંદ રહી સને ૧૯૮૪ - ૮૫ની સાલ શરૂ થતા  દાણચોરોએ ખીમેશ્વર, રાતડી, કાંટેલા, ભાવપરા, મિયાણી જીવંત બન્યા. ટ્રાન્સફર પોઇન્ટ દેવભૂમી દ્વારકા જે તે સમયે જામનગર જીલ્લાનો સાગરકાંઠો નાવેદ્રા મોખરામાં રહ્યા.

આ સમયગાળા દરમિયાન સમયાંતરે દાણચોરીના માલ સાથે અલ્પમાત્રામાં હથિયાર ઘુસણખોરી શરૂ થઇ શરૂઆત બે પાંચ નંગથી ત્યારબાદ મોટી માત્રામાં આવવા લાગ્યા,  મેમણવાડા-સુતારવાડાના નાકે આવેલ દુકાન મકાનના રૂમમાંથી મોટા જથ્થામાં  પોરબંદર અને ખંભાળીયા પોલીસે જોઇન્ટ ઓપરેશન મોટો જથ્થો પકડયો. રેકર્ડ પર મોજુદ છે. પોરબંદરના સુભાષનગર પોલીસે હથિયાર ભરેલ સોમાલ્યાની સ્ટીમર પકડેલ. જે તે સમયના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સુરક્ષા એજન્સી સર્વે કરી જરૂરી કાર્યવાહી કરી ત્યારબાદ દેશદ્રોહી ગદ્દાર પ્રવૃતિ સમયાંતરે જીવંત રહી છે. આજે પણ કહેવુ મુશ્કેલ છે. સને ૧૯૮૪-૮૫ના સમયથી દેશદ્રોહી ગદ્દાર પ્રવૃતિને વિરામ લીધો નથી પરંતુ પુષ્ટિ થતી રહી છે. આ ડ્રગ્સ માફીયા સક્રિય બન્યા અને સૌપ્રથમ આર.ડી.એકસ જથ્થો મોતનો સામાન આર.ડી.એકસનો રીસર્ચ ડાયનેમાઇટ એકસ પ્લોઝીવની ઘુસણ ખોરી શરૂ થઇ. પ્રથમ અલ્પ માત્રમાં ધોળાદિવસે બપોરના ર-૩૦ વાગ્યાના અરસામાં વ્હોરા વાડના દરિયાકિનારે નાના પિલાણા મારફત બોકસમાં ઉતારવામાં આવ્યા. ત્યારબાદ સુભાષનગર કુછડા વચ્ચે લેન્ડીંગ થતુ રહ્યુ.

ગોસાબારાતો સને ૧૯૯૧-૯૨માં જીવંત બન્યુ. આ મોતનો સામાન આર.ડી.એકસ પ્રથમ ડીલીવરી ધોરાજી ટ્રાન્સફર થઇ ત્યાથી બામણબોર ચોકડી મુંબઇ, પંજાબ, દિલ્હી કરાય બોમ્બે બ્લાસ્ટ યાદગાર બન્યો પરંતુ સુરક્ષા એજન્સી કેસ પુરવાર સફળ રહેલ નહી દાઉદનુ કન્સાઇન્મેન્ટ હતુ. ભારતભરમાં આતંકવાદ ધારો લાગુ કરવામાં આવ્યો તેની પ્રથમ ફરીયાદ પોરબંદર પોલીસ જીલ્લાના માધવપુર (ઘેડ) કમલાબાગ પોસ્ટે કુતિયાણા પો.સ્ટેમાં નોંધણી આરડીએકસની ફરીયાદ તો ઘણા લાંબા સમય બાદ નોંધાણી પરંતુ સૌપ્રથમ ફરીયાદ માધવપુર (ઘેડ) પોલીસ સ્ટેશનમાં ગુજરાત એટીએલ વડા ડીઆઇજી આઇપીએસ કુલદીપ શર્માના માર્ગદર્શન હેઠળ નોંધવામાં આવી. તેઓશ્રી જાતે હાજર રહેલ અને પોરબંદર જીલ્લાના કો. ઇસ્માઇલ નામના કર્મી સામે નોંધવામાં આવી. જે હથિયાર ધારા આતંકવાદ નીચે નોંધાયેલ તેમના કબજામાંથી હથિયારની મકારાણી એકે૪૭ની ગેરકાયદેસર રાખવા બદલ તેમજ મોટાજથ્થામાં એકે૪૭ના કાર્ટીસ રાખવા બદલની નોંધણી કુલ બે એકે૪૭ હોવાનુ બહાર આવેલ. જે તે સમયે એક જ હથિયાર એકે૪૭ ની નોંધાયેલ તેના ઉંડા ઘેરા પડઘા પડયા.

ડ્રગ માફિયા ડોન દાઉન કરતા પણ શકિતશાળી હોવાનુ મનાય છે. તેનો પ્રભાવ આફ્રિકા સુધી બતાવે છે. વિશ્વના સર્વોચ્ચ લેવલના ડ્રગ્સ માફીયાની સીન્ડીકેટથી પણ આ શકિતશાળી સિન્ડીકેટ ગણાય છે તે સીધો કાળો વ્યવહાર કરતા નથી. સાઇડમાં બીજા ધંધા કરી રહ્યા છે. આમેય પોરબંદરનો નાતો આફ્રિકાખંડ સાથે જયારથી પોરબંદર જળ વ્યવહારથી વેપાર ધંધા માટે જોડાયુ ત્યારથી રહ્યો છે.

અનેક યુવાનોના બલિદાનથી સત્યાગ્રહ આંદોલનથી ભારતે સ્વતંત્રતા મેળવી છે. આજે આ સ્વતંત્રતા બીજી રીતે હાથમાંથી ખાનગીકરણ સરકી રહી છે. ગ્રામ્ય પંચાયત થી લઇ તાલુકા જીલ્લા પંચાયતો, નગરપાલીકા, મહાનગરપાલીકા, વિધાનસભાઓ, સાંસદ, લોકસભા, રાજયસભામાં સરકાર ચલાવવા મનમાની કરાય છે. દેશની સુરક્ષા કરતી એજન્સીની પ્રાથમિક જવાબદારી ફરજમાં આવે છે. મહામુલી આઝાદી  સ્વતંત્ર દેશનુ રક્ષણ કરે નહીતર આવતા દિવસો સારા રહેશે કે નહી? તે પ્રશ્ન સતાવે છે.

(11:37 am IST)