Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોના કેસ વધતા જામનગરની ચાંદીબજારમાં સ્વૈચ્છિક લોકડાઉન : બપોરના બે વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રહેશે :ગ્રેઇન માર્કેટના વેપારીઓની જેમ નિર્ણય

જામનગર ::જામનગરની ચાંદી બજારમાં આજથી 29 સપ્ટેમ્બર સુધી લોકડાઉન નો નિર્ણય લેવાયો છે. હાલ શહેરમાં વધી રહેલા કોરોના લોકલ સંક્રમણને ધ્યાને લઇ સોની વેપારીઓ દ્વારા ગ્રેઇન માર્કેટના વેપારીઓની જેમ સ્વૈચ્છિક રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી આગામી 29 સપ્ટેમ્બર સુધી જામનગરની મધ્યમાં આવેલી ચાંદી બજાર લેવાયેલા નિર્ણયને પગલે બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે.આજ સવારથી ચાંદી બજાર માં આવેલી  સોના ચાંદીની  દુકાનો મહદંશે બંધ જોવા મળી હતી. જે પ્રકારે જે પ્રકારે ગ્રેઇન માર્કેટમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો છે તેવી જ રીતે જામનગરની સોની બજાર પણ આજથી આગામી 29 સપ્ટેમ્બર સુધી અડધો દિવસ બંધ રહેશે એટલે કે સવારે સાતથી બપોરે બે સુધી બંધ રહેશે અને આંશિક લોકડાઉન માટે સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે.

(11:02 am IST)