Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમરેલી પોલીસની અનોખી પહેલ : દેશભક્તિ ગીત વગાડી ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગૃત કર્યા

પોલીસ બેન્ડ ASPરી પ્રેમસુખ ડેલુ સહિત સીટી પોલીસના કાફલાએ વાહન ચાલકોનો ઉત્સાહ વધારી દંડનો ભય દૂર કર્યો

મરેલી જીલ્લા સહિત રાજ્યભરમા જ્યારથી ટ્રાફિક નિયમની અમલવારી શરૂ થઈ ચુકી છે ત્યારે વાહન ચાલકોમા ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, તેવામા અમરેલી જીલ્લા પોલીસે વાહન ચાલકોમા ટ્રાફિક નિયમને લઈ પેસી ગયેલો ભય દુર કરવા એક અનોખી પહેલ કરી છે

 અમરેલી પોલીસ દ્વારા પોલીસ બેન્ડના માધ્યમથી દેશભક્તિ ગીત વગાડી લોકોમા ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગૃત કરાયા હતા અને  નિયમો પાળવાએ એક દેશ ભક્તિ છે.તે ઉદ્દેશ્યથી બેન્ડ વગાડી લોકોને જાગૃત કરાયા હતા .

નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ કરનાર નાગરીકોને ગુલાબ આપી ASP  પ્રેમસુખ ડેલુ એ સન્માન કરતા શહેરીજનો ઉત્સાહ વધ્યો હતો.રાજકમલ ચોક ખાતે પોલીસ બેન્ડ ASP શ્રી પ્રેમસુખ ડેલુ સહિત સીટી પોલીસનો કાફલો તૈનાત રહી વાહન ચાલકો માંથી દંડનો ભય દૂર કયોૅ હતો. સૌરાષ્ટ્રના માત્ર અમરેલી જીલ્લામા પોલીસ વડા નિલીૅપ્ત રાયના નેતૃત્વમા શાંતિ પૂર્ણ ઉત્સાહ સાથે પ્રથમ દિવસની ઉજવણી કરાઈ હતી.

(11:57 pm IST)