Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

જામનગરના બે મેમણ શખ્સોએ ૩૬ ચોરી કબુલી

ત્રણેક મહિના પહેલાની રાજકોટની બે ત્થા ધોરાજી-પડધરીની દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ પણ ખુલ્યો : વેપારીની નજર ચુકવી સામાન સેરવી લેતા : ખંભાળીયા એલ.સી.બી.એ. કરેલ સફળ કામગીરી

ખંભાળીયા તા. ૧૭ : રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સુચના મુજબ ગઇ તા. ૩/૯/ર૦૧૯ ના રોજ ખંભાળીયા ટાઉનમાં કુસુમ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં વેપારીની નજર ચુકવી રૂ.૧પ૦૦૦૦/- (દોઢ લાખ) ભરેલ થેલોની ઉઠાતરીનો ધોળા દિવસે ચોરીનો બનાવ બનેલ જે ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એમ.ડી. ચંદ્રવાડીયાનાઓને સુચના કરતા તેઓએ અલગ અલગ ટીમો બનાવી પો.સ.ઇ. વી.એમ.ઝાલાને કામગીરી સોંપેલ.

દરમિયાન પોલીસ હેડ કોન્સ મસરીભાઇ આહીર, રાજભા જાડેજા, જેસલસિંહ જાડેજા અને પોલીસ કોન્સ. સહદેવસિંહ જાડેજાની ટીમની બાતમી આધારે બે ઇસમો પકડી પાડી ખંભાળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૮૦/૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૪૪૭, ૧૧૪, મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ રોકડા રૂ.પ૯૪૦૦/- તથા ચોરીમાં ઉપયોગ કરેલ હીરો હોન્ડા કરીશ્મા મોટર સાઇકલ કિ.રૂ.૪૦૦૦/- મળી કુલ રૂ.૯૯૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પંદર દિવસમાં  ચોરીનો ગુનો શોધી આરોપીઓને ખંભાળીયા સોપી આપેલ અને બંને ઇસમોની પુછપરછમાં જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મળી કુલ-૩૬ ચોરીઓની કબુલાત આપેલ.

(૧ સીદીકભાઇ ઉર્ફે ઘેટો સલીમભાઇ રાજકોટીયા મેમણ ઉ.૩ર રહે. કાલાવડ નાકા બહાર મેમણ કોલોની હુશેની ચોક જામનગર (ર) મોહમદ ઓસમાણભાઇ ઇસ્માઇલભાઇ હાડી મેમણ ઉ.ર૦ કાલાવડ નાકા બહાર નેશનલ પાર્ક જામનગર એક કબુલાત કરી હતી.

જામનગર જિલ્લામાં (૧) ચારેક મહીના પહેલા મેઘપર પડાણા પાસે પીપરી ગામે રવીવારની બજારમાંથી કરીયાણીની દુકાનમાંથી રોકડા રૂ.૮૬૦૦/- (ર) ચારેક મહીના પહેલા મેઘપર પડાણા પાસે પીપીરી ગામે રવીવારીમાંથે એક ચા-પાણી ઠંડા પીણાની હોટલમાંથી રોકડા રૂ.૯૬૦૦૦ (૩) ચારે મહીના પહેલા પીપરી ગામે રવીવારીની બજારમાં રેલ સાક-બકાલાના પથારામાંથી રોકડ રૂ.૩૯૦૦/ (૪) ચારેક મહીના પહેલા પીપરી ગામે રવીવારીની બજારમાં રહેલ સાક-બકાલાના પથારામાંથી રોકડ રૂ.પ૪૦૦/ (પ) ચારેક મહીના પહેલા પીપરી ગામે રવીવારની બજારમાં રહેલ ફુટની રેકડીમાંથી રોકડા રૂ.૩રપ૦/ (૬) ત્રણેક મહીના પહેલા મેઘપર પડાણા પાટીયા પાસે હાર્ડવેરની દુકાનમાંથી રોકડા રૂ.૮૬૦૦ (૭) ત્રણેક મહીના પહેલા ખોડીયાર કોલોનીમાં બકાલા બજારમાંસાબુ-સેમ્પુની દુકાનમાંથી રોકડા રૂ.૪૬૬૦/ (૮) જામનગર પટેલ કોલોની શનીવારીમાંથી બકાલા વારાની રેકડીમાંથી રોકડા રૂ.૩૦૦૦/ (૯) ત્રણેક મહીના પહેલા જામનગર દરેડ જી.આઇ.ડી.સી.બજારમાંથી ફુટની રેકડીમાંથી રોકડા રૂ.પ૦૦૦/ (૧૦) ત્રણેક મહીના પહેલા ધ્રોલમાં મેઇન રોડ પર આવેલ કરીયાણાની દુકાનમાંથી રોકડા રૂ.૧૦૦૦/ની (૧૧) આજ સમયગાળામાં આમરણ રોડ પર પ્લાસ્ટીકની દુકાનમાંથી રોકડા રૂ.પ૦૦૦/- (૧ર) જામનગર દીગ્જામ સર્કલ ફાટકની જમણી સાઇડમાં વ્હોરાજીની સાઇકલની દુકાનમાંથી રોકડા રૂ.૪૦૦૦/ (૧૩) આજ સમયમાં જામનગર દીગ્જામ સર્કલ પાસે રોડની ડાબી બાજુ હાર્ડવેરની દુકાનમાંથી રોકડા રૂ.૯૧૦૦/ (૧૪) આજ સમયગાળામાં જામનગર જોગસ પાર્ક આવેલ દુધની દુકાનમાંથી રોકડા રૂ.૯૪૦૦/ (૧પ) જામનગર સાધના કોલોનીમાં પહેલી શેરીમાં આવેલ પ્લાસ્ટીકની દુકાનમાંથી રોકડા રૂ.૬૬૦૦/ (૧૬) આજથી બે-અઢી મહીના પહેલા જામનગર દીગ્જામ સર્કલ ફાટકથી આગળ આવેલ હાર્ડવેરની દુકાનમાંથી રોકડા રૂ.૪પ૦૦/ (૧૭) આજ સમયે જામનગર સાધના કોલોની સંગમ બાગથી આગળ રણજીત સાગર રોડ ઉપર સાઇકલ તથા ટાયરની દુકાનમાંથી રોકડા રૂ.પ૬૦૦/ (૧૮) જામનગર ગોકુલનગર જકાત નાકાની અંદર ઠામ-વાસણની દુકાનમાંથી રોકડા રૂ.પપ૦૦/(૧૯) જામનગર મુલામેળી રોડ પર આવેલ કરીયાણાની દુકાનમાંથી રોકડા રૂ.૧૧૩૦૦/ (ર૦) જામનગર ગોકુલનગર જકાત નાકાની અંદર ઠામ-વાસણની દુકાનમાંથી રોકડા રૂ.૭૬૦૦/ (ર૧) જામનગર બેડીનાકા ચાર રસ્તા પાસે આવેલ ટાયરની દુકાનમાંથી રોકડા રૂ.૧ર૦૦૦/(રર) જામનગર દરેડ જી.આઇ.ડી.સી.બજારમાં ફુટની રેકડીમાંથી રોકડા રૂ.પ૬૦૦/(ર૩)  જામનગર ગુરૂદ્વારા સર્કલથી સાત રસ્તા બાજુ આવતા રોડ પર આવેલ પંચર વાળાની દુકાનમાંથી રોકડા રૂ.૬૧પ૦/ (ર૪) બે મહીના પહેલા જામનગર શંકર ટેકરી ઢાળીયો ચડતા સીમેન્ટની દુકાનમાંથી રોકડા રૂ.૮૦૦૦/ (રપ) આજ સમયગાળામાં જામનગર ખોડીયાર કોલોની બકાલા બજાર રોડ ઉપર આવેલ કરીયાણાની દુકાનમાંથી  રોકડા રૂ.૮પ૦૦/ (ર૬) જામનગર નાગના નાકા પાસે ફુટ બીયરની એજન્સીમાંથી રોકડા રૂ.૬પ૦૦/ (ર૭) મેઘપર ગામે રવીવારની બજારમાં બકાલાની રેકડીમાંથી રોકડા રૂ.પર૦૦/ (ર૮) મેઘપર ગામે રવીવારીની બજારમાં ઠામ-વાસણના પથારામાંથી રોકડા રૂ.૮૪૦૦/ (ર૯) આજ સમયગાળામાં મેઘપર ગામે રવીવારની બજારમાં બકાલા વારાના પથારામંથી રોકડા રૂ.પ૪૦૦/ (૩૦) એકાદ મહીના પહેલા ખાવડી રવીવારની બજારમાં છોટાહાથીમાં ચવાણા વારાના રોકડા રૂ.૬પ૦૦/ (૩૧) બે મહીના પહેલા જામનગર દરેડમા રોડ ઉપર આવેલ ગેસના ચુલાની દુકાનમાંથી રોકડા રૂ.પ૦૦૦/ ની ચોરી કરેલ.

રાજકોટ જિલ્લાઃ-(૧) ત્રણેક મહીના પહેલા ગોંડલ નાકાની અંદર આવેલ બજારમાંથી ઠામ-વાસણની દુકાનમાંથી રોકડા રૂ.૮પ૦૦/ (ર) ત્રણેક મહીના પહેલા પડધરી ગામમાં જતા રોડ પર આવેલ એગ્રોમાંથી રોકડા રૂ. ર૧૦૦૦/ ની ચોરી કરેલ (૩) બે મહીના પહેલા રાજકોટમાં ઠામ-વાસણ બજારમાં આવેલ ઠામ-વાસણની દુકાનમાંથી રોકડા રૂ.૧૧૦૦૦/ (૪ બે મહીના પહેલા ધોરાજીમાં જુનાગઢ વાળા રોડ ઉપર આવેલપીપર બિસ્કીટની દુકાનમાંથી રોકડા રૂ.પ૦૦૦/ની ચોરી કરેલ.

આમ ઉપરોકત બંને આરોપીઓએ તેના મિત્ર સફીક ઉર્ફે દતો અજીજભાઇ લખાના રહે.-જામનગર વાળા સાથે મળી જામનગર જિલ્લાના મેઘપર પડાણા, જામનગર ખોડીયાર કોલોની, પટેલ કોલોની, દિગ્જામ સર્કલ, સાધના કોલોની, જોગસપાર્ક, ગોકુલનગર, મુલામેડી, જકાતનાકા, સાત રસ્તા બેડીનાકા, નાગનાનાકા, શંકર ટેકરી દરેડ, ધ્રોલ, જોડીયા, આમરણ તથા રાજકોટ જિલ્લાના ગોંડલ, પડધરી, ધોરાજીમાં આવેલ દુકાનો, લારી, બકાલાવાળા વેપારીની નજર ચુકવી તેના કાઉન્ટર, થડા અને પેટીમાં રાખેલ રોકડા, રૂપીયાની કુલ-૩૬ ચોરીઓ કરેલાની કબુલાત આપેલ.

વેપારી પાસે અલગ અલગ વસ્તુ સામાન ખરીદ કરવા બતાવવા લેવા વાતોકરી અન્ય ઇસમ વેપારીની નજર ચુકવી કાઉન્ટર, થડા અને પેટીમાં રાખેલ રોકડા રૂપિયાની ચોરી કરવી વિગેર સહીત હતી.

(3:52 pm IST)