Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

બાબરા નાગરીક બેન્કની રસાકસીભરી ચુંટણીમાં વર્તમાન ડિરેકટરોની બોડીમાંથી એકનો પરાજય

વર્તમાન ૧૧ ની ડિરેકટર પેનલમાંથી પ્રમોદભાઈ રૂપારેલીયાની હાર, નવા ડિરેકટર તરીકે ભરત ભારદીયાની જીત

બાબરા, તા. ૧૭ :  બાબરા નાગરિક સહકારી બેંક અને બોર્ડ ઓફ ડિરેકટરની ચૂંટણી યોજાઈ હતી ૧૧ બેઠકો માટે ૧૫ ઉમેદવારો મેદાનમાં હતા આ રસાકસી ભરી ચૂંટણી નો રવિવારે મોડી રાત્રે ચુકાદો આવ્યો હતો વર્તમાન ૧૧ ડિરેકટરોની પેનલના ઉમેદવારમાંથી પ્રમોદભાઈ રૂપારેલીયાની હાર થઇ હતી જેમની સામે નવા ઉમેદવાર ભરતભાઈ ભારદીયાની જીત થઇ હતી જૂની બોડીના અન્ય દશ ઉમેદવારો વિજયી થયા હતાઙ્ગ સાથે કોગ્રેસ ના અગ્રણી બાબુભાઇ કારેટીયા નો પણ પરાજય થયો હતો. છેલ્લા એક મહિનાથી ચકડોળે ચડેલી નાગરિક સહકારી બેંક ની ચૂંટણીનો અંત આવ્યો હતો રવિવારે બેંકના ૨૩૭૦ હજાર સભાસદો માંથી ૧૨૬૮ઙ્ગ લોકોએ મતદાન કર્યું હતું જેમાં ૧૧ ઉમેદવારોના ભાવિ નક્કી થયા હતા (૧) કંદપ એચ ચોહાણ,(૨) કાકુભાઇ ચાવ,(૩) સીસી રાજપોપટ,(૪) નરૂદાદા ત્રિવેદી, (૫)બટુકભાઈ જસાણી,(૬) મનુભાઇ સેલીયા,(૭) મનોજભાઇ જોગી (૮)વસંતભાઇ તેરૈયા (પલો) (૯)હીતેષભાઇ દેસાઇ, (૧૦)ભરતભાઈ ભારદીયા (૧૧)દીપકભાઇ પોપટનો  વિજય થયો હતોઙ્ગ અને કલ્પેશ ખખ્ખર, પ્રકાશ મકવાણા, પ્રમોદભાઇ રૂપારેલીયા વર્તમાન ડિરેકટર ,તેમજ બાબુભાઇ કારેટીયા નો પરાજય થયો હતોઙ્ગ રવિવારના રોજ ચૂંટણી શાંતિપૂર્વક યોજાઇ હતી આગામી દિવસોમાં બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક યોજાશે ત્યારબાદ નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે.

(1:25 pm IST)