Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સાયલામાં ૭ લાખની આંગડીયા લૂંટમાં સીસીટીવી ફૂટેજ અને મોબાઇલના આધારે તપાસનો ધમધમાટ

વઢવાણ, તા.૧૭: સાયલાના સુદામડા તરફના રસ્તે આવેલા સંતોષ કોમ્પલેક્ષના પહેલા માળે આવેલી આંગડીયાની પેઢીમાં સફેદ કાર લઇને આવેલા પાંચ શખ્સોએ માલીક અને કર્મચારીને રીવોલવરની અણીએ સેલોટેપથી મોં બંધ કરી પગ બાંધીને પેઢીના ટેબલના ખાનામાં રહેલા અંદાજીત રૂ.૭ લાખની લુંટ ચલાવી નાસી જતા ચકચાર મચી ગઇ હતી. આ અંગે સાયલા પોલીસને જાણ થતા ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ દ્વારા તપાસ હાથ ધરી છે.ઙ્ગ

સાયલાના સુદામડા તરફના રસ્તે આવેલા સંતોષ કોમ્પલેક્ષના પહેલા માળે આવેલી આર.કે.આંગડીયાની પેઢીમાં ભગીરથસિંહ પરમાર અને મિતુલ સાકરીયા કામ કરી રહ્યા હતા. આ દરમિયાન કોમ્પલેક્ષના મેદાનમાં સફેદ કલરની કાર લઇને આવેલા હિન્દીભાષી બે વ્યકતિઓએ કર્મચારીને રીવોલ્વરની અણીએ સેલોટેપ અને અન્યરીતે હાથ, પગ, અને મોઢું બાંધી દીધા હતા. આ દરમિયાન પાછળથી અન્ય બે વ્યકિત આવીને ટેબલના ખાનામાં રહેલા રોકડ તેમજ અન્ય તિજોરીની ચાવી લઇને અંદાજીત રૂ.૭ લાખની લુંટ ચલાવી હતી. જયારે એક શખ્સ કારમાં જ બેસી રહ્યો હતો. ભગીરથસિંહ અને મિતુલભાઇને દુકાનની પાછળની કાચ વાળી કેબીનમાં બેસાડીને ઓફીસનો તેમજ બન્ને પાસે રહેલા મોબાઇલ લઇ લીધા હતા. અને કાચની કેબીનમાં બેસાડીને કેબીનને લોક કરી દીધી હતા.લૂંટની દ્યટના બનતા પી.એસ.આઇ એમ.ડી.ચૌધરી, આર.ડી.પરમાર સહિત પોલીસે દ્યટના સ્થળે દોડી ગયા હતા અને સી.સી.ટીવીના ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ ભગીરથસિંહ પરમાર, મિતુલભાઇ પાસેથી કેટલી રકમની લુંટ અને કેટલા વ્યકિત આવ્યા હતા, તેમજ લૂંટારૂઓની કોઇ ઓળખ મળે તે માટે પુછપરછ હાથ ધરી છે.ઙ્ગ

લૂ઼ંટારૂઓએ નાસી છુટવામાં સરળતા રહે અને સમય મળે તે માટે આંગડીયાપેઢીના બંને કર્મચારીઓને કાચની કેબીનમાં બાંધીને પુરી દીધા હતા. અને રોકડ રકમ લઇ નાસી છુટ્યા હતા બાદમાં ભોગ બનનાર બંને શખ્સોએ કેબીનનો કાચ તોડી બુમાબુમ કરતા અન્ય વેપારીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો લૂંટારૂઓ રફુચક્કર થઇ ગયા હતા.લૂંટ અંગેની જાણ થતાં સાયલા પોલીસે તાત્કાલીક હાઇવે પર નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં સાયલાથી લીંબડી તરફ જતાં રસ્તા પર વડોદ ગામ પાસેથી લૂંટારૂઓએ કર્મચારીઓના લૂંટેલા મોબાઇલમાંથી એક મોબાઇલ પોલીસને મળી આવ્યો હતો.ઙ્ગ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી બની છે.ત્યારે જિલ્લા માં લૂંટ અને ચોરી મારામારીના ગુનાઓ વધ્યા છે.ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લા ની સાયલા માં આવેલી.r. k આંગડિયા પેઢી લૂંટાઈ છે.ત્યારે પાંચ શકશો આવી બન્ધુકની અણીયે ૭ લાખ ની લૂંટ ચલાવી છે.ત્યારે લૂંટ કરવા લઈ ને આવેલ ર્દ્દીર્દ્દી નેકસઝોન ગાડી cctv માં કેદ થતા પોલીસ દવારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:21 pm IST)