Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કુતિયાણામાં ભાદર નદીમાં નવા નીરને વધાવતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર

કુતિયાણા, તા. ૧૭ : અહીં ભાદર નદીમાં આવેલા નવા નીરને ચૂંદડી નારાયણ સાકર પડાથી વધામણી નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા અને ચીફ ઓફિસરશ્રી શેખ સહિત આગેવાનોએ કરી હતી.

પાલિકાના એકાઉન્ટન્ટ નરેન્દ્રભાઇ તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો નેભાભાઇ ગોરસરા, મનીષભાઇ જેઠવા હસનભાઇ મનસુરી, મુકેશભાઇ ભટ્ટ વગેરે હાજર રહીને નર્મદાના નવા નીરને વધાવ્યાં હતાં.

વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિની ઉજવણી તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. સાથે નમામિ દેવી નર્મદાની ઉજવણી કરવામાં આવી હતી.

(1:20 pm IST)