Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આંગણવાડી-૨ પાસે ગંદકી કારણે ભુલકાઓનું આરોગ્ય જોખમાયું: ઉકરડા, ધટાટોપ બાવળની ઝાળીયોથી ઢંકાઇ જતાં રખડતા ભટકતા ઢોર માટેનું આશ્રયસ્થાન બની

વઢવાણ,તા.૧૭: મૂળી તાલુકાના સરા ગામે આવેલ આંગણવાડી-૨ ના દરવાજા તુટેલા હોવાથી આસપાસ રખડતા ભટકતા ઢોર માટેનું આશ્રય સ્થાન બની ગયેલ હોય તેમ જણાય છે આંગણવાડીના મકાન પાસે ધટાટોપ બાવળની ઝાડીમાં આંગણ વાડી ઢંકાઈ ગયેલ છે આંગણવાડી એ ભુલકાઓને મુકવા આવતા વાલીઓને બાવળની ઝાડી નિચે નમીને જેવુ પડે છે આંગણવાડી પાસે ઉકરડા હોવાથી આસપાસ ગંદકી થતાં મસ્છરો માખીઓના ઉપદ્રવ વધતાં આંગણવાડી એ આવતા ૩૦થી વધુ માસુમ ભુલકાઓનુ આરોગ્ય જોખમાઇ રહ્યું છે આંગણ વાડીના બારણા પણ તુટી ગયેલ છે બાળકોના વિકાસ ને વેગ આપવા માટે સરકાર દ્વારા આંગણવાડી યોજના હેઠળ ૦ થી પાંચ વર્ષ સુધીના બાળકોને રમતો ગીત ગાતાં અભ્યાસ કરવા પ્રેરાઇ તેવા ઉમદા હેતુથી આંગણવાડી કેન્દ્રો ખોલવામાં આવે લ છે જેમાં બાળકોના આરોગ્ય અને શિક્ષણ ની ખાસ તકેદારી રાખવામાં આવે છે ત્યારે સરા ગામે આવેલ આગંણવાડી-૨ પાસે ગંદકીના ઢગ ખડકાયા છે દ્યટા ટોપ બાવળની ઝાડી વચ્ચે બાળકોઙ્ગ શિક્ષણ લેવા મજબુર થવું પડે છે ૩૦થી વધુ માસુમ ભુલકાઓનુ આરોગ્ય જોખમાઇ રહ્યું છે છતાં નિભંર તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહયુ છે.

(1:18 pm IST)