Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

બેટ દ્વારકાની મુલાકાતે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ

દેવભૂમી દ્વારકા :  ગુજરાત રાજયના ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજ રોજ સવારના ૧૦ કલાકે બેટ દ્વારકાની મુલાકાતે પધારેલ હતા. આ તકે ઉર્જામંત્રીશ્રીએ બેટ દ્વારકાના મંદીરમા ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજા કરી હતી અને ધ્વજાચડાવી હતી. અને બેટ દેવસ્થાન સમિતીની બેઠકમાં હાજરી આપી હતી.    આ તકે બેટ દેવસ્થાન સમિતિની બેઠકમા ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, બેટ થી ઓખા વચ્ચે બની રહેલ સિગ્રનેચર બ્રિજમાં અંદરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન, પી.જી.વી.સી.એલ.ના કેબલો, ગેસની પાઇપલાઇન નાખવામા આવશે. અને સમગ્ર બેટમા અંદરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા બેટના લોકોને લોકઉપયોગી સેવાઓ પહોંચાડવામાં આવશે. બેટના બાળકો સારૂ શિક્ષણ મેળવી શકે તેવા હેતુથી સરકારી દ્વારા પ્રાથમિક શાળા બનાવવામા આવશે. તેમજ મંત્રીશ્રીએ બેટ દ્વારકાના મંદીરના કામો અંગે થયેલ પ્રગતિની સમીક્ષા કરી હતી. આ તકે બેટ દ્વારકા દેવસ્થાન સમિતીના ઉપાધ્યક્ષશ્રી સમીર પટેલ, પી.જી.વી.સી.એલ.ના અધિકારીશ્રીઓ, સગ્રનેચર બ્રિજના અધિકારીશ્રી, દેવસ્થાન સમિતીના સભ્યો તેમન ગામના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

(12:40 pm IST)