Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ભાયાવદરના અરણી ગામે જાહેરમાં જૂગાર રમતા પ શખ્સો પકડાયા

રાજકોટ તા. ૧૭ :.. ભાયાવદરના અરણી ગામે જાહેરમાં જૂગાર રમતા પ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

મળતી વિગતો મુજબ ભાયાવદરના અરણી ગામે બાપાસીતારામ પાનની દુકાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જૂગાર રમાતો હોવાની બાતમી મળતા એએસઆઇ મગરા સહિતના સ્ટાફે રેઇડ કરી જૂગાર રમતા સુરેશ અંબાવીભાઇ સભાયા, પરેશ વિઠ્ઠલભાઇ સાવલીયા, દિનેશ ભગવાનજીભાઇ કાછડીયા, રજનીકન્ત કેશવજીભાઇ સખીયા, મનસુખ પોલાભાઇ સખીયા, રે. તમામ અરણને રોકડા રૂ. ર૮,૧ર૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:37 pm IST)