Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સરાની કન્યાશાળા ર પાસેની ગંદકીથી વિદ્યાર્થીઓ ત્રસ્ત

વઢવાણ તા.૧૭ : મુળી તાલુકા નું સરા ગામ તાલુકા મથક નુ મોટું ગામ છે અને આસપાસ ના ૨૦ ગામો ના લોકો ની ખરીદી અને વિધાર્થીઓ ને શિક્ષણ માટે દરરોજ અવર જવર રહે છે.

સરા મુકામે આવેલ કન્યાશાળા નંબર ૨ ની આસપાસ અને સ્કુલ રસ્તા ઊપર ગંદકી ના ગંજ ખડકાયા છે અને પાણીજન્ય અને મચ્છરો જન્ય રોગચાળો ફેલાવાની ભિતી સેવાય રહી છે.

શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને ગામજનો મા જો આ તાત્કાલિક ગંદકી દૂર કરવામાં નહીં આવે તો રોગચાળા ના ભરડામાં સરા સપડાઈ શકે તેમ છે.

આ બાબતે વિધાર્થીઓ એ અમારી ટીમ ને જણાવ્યું હતું કે છેલ્લા ૨ માસ થી વરસાદ ના કારણે ગંદકી મા બહું મોટા પ્રમાણમાં વધારો થયો છે તો સરા ગ્રામ પંચાયત આ બાબતે તાત્કાલિક ધોરણે પગલા સ્વચ્છતા ના ભરે તો રોગચાળો અટકી જશે અને આરોગ્ય તંત્ર પણ દવા છંટકાવ કરી મચ્છરો ના ઉપદ્રવ થી બચાવે તેમ જણાવ્યું હતું.

આ બાબતે સરા ગ્રામ પંચાયત તાત્કાલિક આ બાબતે પગલા ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(12:31 pm IST)