Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

મોરબીના માધાપરમાં ઉભરાતી ગટરના સામે ઉપવાસ

મોરબીઃ માધાપર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદા પાણીના તલાવડા મામલે સ્થાનિક આગેવાનો પૂર્વ નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્રભાઈ કણઝારીયા અને અનિલભાઈ હડીયલ દ્વારા અગાઉ પણ રજુઆતો કરવામાં આવી હતી પરંતુ ધ્યાન નહિ આપતા આજે આ વિસ્તારના કાઉન્સિલરના પતિ અને સામાજિક આગેવાન અનિલભાઈ હડીયલે સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાના નિર્ધાર સાથે આંદોલનનો પ્રારંભ કર્યો છે જેમની સાથે સ્થાનિક આગેવાનો ધર્મેન્દ્રભાઈ કણઝારીયા, ભાવેશભાઈ કણઝારીયા અને લત્ત્।ાવાસીઓએ પણ ઉપવાસ આંદોલનને સમર્થન પૂરું પાડ્યું છે તે ઉપરાંત વોર્ડ નં ૦૬ ના ભાજપના કાઉન્સીલર મીનાબેન અનિલભાઈ હડીયલે મોરબી નગરપાલિકા તંત્રને આવેદન પાઠવ્યું છે જેમાં માધાપર, મહેન્દ્રપરા, ઈદ મસ્જીદ રોડ, જડેશ્વર મંદિર, અંબિકા રોડ પર ઉભરાતી ગટર મામલે રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ ઉલેક આવ્યો નથી અને દુષિત પાણીથી લત્ત્।ાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે તે ઉપરાંત વિસ્તારમાં ૫૦ ટકાથી વધારે સ્ટ્રીટ લાઈટો બંધ છે જેથી વિસ્તારની સમસ્યા અંગે તંત્ર તાકીદના પગલા ભરે તેવી માંગ કરાઈ છે ઉપવાસ આંદોલનમાં જોડાયેલા આગેવાનોની તસ્વીર.

(12:28 pm IST)
  • માથેરાન સહિત કોંકણના પટ્ટામાં ભારે વરસાદ : મુંબઇઃ આજે સવાર સુધીમાં હિલસ્ટેશન માથેરાનમાં ૪ ઇંચ, કલ્યાણ ૪ ઇંચ, ભીવંડી ૩ાા ઇંચ, પનવેલ ૩ ઇંચ, ઉલ્હાસનગર ૨ાા ઇંચ, થાણે ૩૧ ઇંચ, નવી મુંબઇ - ધાંસોલી ૨ ઇંચ સાથે કોંકણના ઉતર-મધ્યના ભાગોમાં ભારે વરસાદ પડયો છે. access_time 1:19 pm IST

  • વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં માતા હિરાબાને મળ્યાઃ સાથે કાંસાની થાળીમાં ભોજન પણ લીધુઃ જન્મદિવસના આશિર્વાદ પણ મેળવ્યા access_time 3:53 pm IST

  • આંધ્રના પૂર્વ સ્પીકર શિવાપ્રસાદ રાવની આત્મહત્યા અંગે પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સી.બી.આઈ તપાસ માંગી access_time 1:22 pm IST