Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ચલો બુલાવા આયા હૈ માઁ આશાપુરાને બુલાયા હૈ

ર૦ મીથી માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા-કેમ્પ-રાવટીઓ ધમધમશે

કચ્છી માડુનો જીવન ધ્યેય ''માનવ સેવા એજ પ્રભુ સેવા'' : નાતજાતના ભેદભાવ વગર રહેવા-જમવા અને તબીબી સારવારની વિનામૂલ્યે સેવાઓ અપાશે

રાજકોટઃ નવલા નવરાત્રીના દિવસોમાં શકિત આરાધનાનું અતિ મહત્વ છે. જેમાં નારી શકિતની ઉપાસના કરનારા શકિત ઉપાસકો કહેવાયા, જેથી ત્યાગીઓ શકિત આરાધનાને જીવન સંકલ્પનો આધારસ્તંભ કહે છે. કચ્છથી ૧૦૦ કી.મી. આવેલા જગત જનની માં આશાપુરા માતાના મઢે નવરાત્રી ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. માઁ આશાપુરાનું કોઇપણ રૂપ તેના અસીમ, અમાપ, અખુટ અનંત છે. માઁ આશાપુરાની ભકિત કરવાથી સર્વે પ્રકારના પાપકર્મો નષ્ટ થાય છે. નવરાત્રીમાં માઇભકતો પગપાળા માઁ આશાપુરાના દર્શન કરવા ભાવિકો ભીતરમાં ભાવનાની ભીનાશ ભરી લાગણીની લીંબાસ જડી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠ પર માઁ આશાપુરાનું નામ અવિરત જપતા અપાર શ્રધ્ધા અને આસ્થાની સાથે પગપાળા પ્રવાસથી હાથ લાગ્યુ તે વાહન લઇ ઉર્મિના ઉછળે માઁ આશાપુરાના દર્શન કરવા જાય છે.

માઁ આશાપુરાના નામ દર્શન માનવીનું મલીન મન અને ચલિત ચિતવન  શકિત આરાધનાથી ચંદનવનમાં ફેરવાય જાય છે. માઁ આશાપુરા શકિત સુકાને સંસાર સાગર તરી માનવ પોતાની નિશ્ચિત મંજીલે પહોંચે છે. દેશના વિવિભા ભાગોમાંથી મહારાષ્ટ્ર,  સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી પગપાળા તથા સાઇકલ પ્રવાસ દ્વારા અવિરત માતાના મઢે પદયાત્રીઓ, અબાલ, વૃધ્ધ, સ્ત્રી, પુરૂષો, બાળકો, સ્વયંભુ સમુહમાં આવે છે. જેની સેવા કચ્છી માડુ અતિથી દેવો ભવ સ્મરણ સાથે કચ્છ જીલ્લાના સુરજબારી પુલથી માતાના મઢ દર ૩ કી.મી.ના અંતરે રાહત કેમ્પો, રાવટીઓ ફરતા ફરતા વાહનો દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવા સદ્દગુરૂ રણછોડદાસજી મહારાજશ્રીના સુત્રો હૈયામાં રાખી  નાતજાતના ભેદભાવ વગર પદયાત્રીઓની અવિરત સેવા કચ્છી માડુઓ કરે છે. ધન્ય છે કચ્છ ધણિયાણી માઁ આશાપુરાને ધન્ય છે.

કચ્છી માડુ, જૈન ધર્મના સાધ્વીઓ પણ પદયાત્રા કરી ધર્મપ્રચાર કરે છે.

માઁ આશાપુરાના દર્શનાર્થીઓ કેમ્પમાં વિના મુલ્યે આરામ કરી નવા જોમ અને ઝમીર મેળવે છે. પોતાના પ્રવાસ દરમ્યાન થયેલ ખાટા મીઠા અનુભવો જણાવે છે. જયારે કોઇની આંખમાં માઁ આશાપુરા પ્રત્યેના અહોભાવ વર્ણવે છે. આ પદયાત્રીઓને રાહત કેમ્પમાં સેવાના ભેખધારી આયોજકો સેવા એજ ધર્મ જીવન સંકલ્પના પ્રણેતા પદયાત્રીની રાહ જોતા કચ્છના પ્રથમ ચરણ સુરજબારી પુલ નવીનભાઇ ભાનુશાળી માળિયા પાણી પુરવઠા બોર્ડ દેગુભા જાડેજા મો. નં. ૯૭ર૩૮ ૪૩૯૦૧ ખારા પાણીમાં મીઠી  વીરડી સમાન વન ભોજનની નહીં પણ ભોજન કરાવે છે. સેવા કેમ્પ શીવજીભાઇ બારદાનવાલા, સુરજબારી ચેકપોસ્ટ, અમરનગર પાસે  રાકેશ રાજદેવ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ શ્રી આશાપુરા મિત્ર મંડળ, પ્રહલાદ પ્લોટ, નીતીનભાઇ મેવાડા, ભગવતી ગ્રુપ, ચેકપોસ્ટ, ભુદરભાઇ જાદવ, જે.પી. ઇન્ઙ વિરપુર ચોકડી, બારમાસી કેમ્પ, મોરબી પ્રવિણભાઇ લુહાર, મોરબી બાયપાસ, ભગવતી હોલ, અંજાર ભીખુભા જાડેજા,  મોરબી જકાતનાકા રામભરોસે સેવા સંઘ હરતી ફરતી રાવટી દ્વારા પદયાત્રીઓની સેવા કરે છે. ભચાઉ લોધેશ્વર હોટલ વનરાજસિંહ જાડેજા, નિર્મળભાઇ ડાંગર, રાધેશ્યામ સ્કુલ, જીતેન્દ્રસિંહ જાડેજા, રણજીત ટ્રાન્સ, ધમણકા દુધઇ રોડ, હોટલ સહયોગ, રણજીતસિંહ જાડેજા (જામ), અજીતસિંહ જાડેજા, સહયોગ હોટલ, મો. નં. ૯૮૭૯૩ ૭૭ર૭પ, ખોડીયાર આશ્રમ, કાગદડી, પ.પુ.શ્રી ૧૦૮ જયરામદાસબાપુ બારમાસી  સેવા કેન્દ્ર તમામ સુવિધાઓ પુરી પાડે છે. કચ્છના તમામ જીલ્લા તથા તાલુકા મથકે નવરાત્રી દરમ્યાન દિવસ-રાત સેવા આપે છે. અનેક નામી અનામી સેવાભાવી લોકો દ્વારા આવતા પદયાત્રીઓની સેવા કરે છે.

સદાય સહાય રહો માઁ આશાપુરા સન્મુખ રહો, ગણેશ, રક્ષા કરો બ્રહ્મા-વિષ્ણુ-મહેશ

: સંકલન :

વિનોદભાઇ આર. પોપટ

મો. ૯૯૭૯૯ -૦૭ર૧૮ રાજકોટ

(12:27 pm IST)