Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

જૂનાગઢ પોલીસનું પ્રશંસનીય કાર્યઃ હેલ્મેટની ખરીદી કરાવીને પહેરાવ્યા

ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન સીટ બેલ્ટ અને હેલ્મેટના નિયમોનું પાલન કરાવનાર વાહનચાલકોને ગુલાબના ફુલ આપ્યા : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની પોલીસ ટીમ આવુ કાર્ય કરે તેવી લાગણી

જૂનાગઢઃ વાહનચાલકોને ઈન્ચાર્જ એસપી રવિ તેજા વાસમશેટ્ટી  અને પોલીસની ટીમ હેલ્મેટ પહેરાવતી નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)(૨-૪)

 જૂનાગઢ, તા. ૧૭ :. ગઈકાલથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

ત્યારે જૂનાગઢ પોલીસે પણ હૈદ્રાબાદ પોલીસની જેમ કામગીરી શરૂ કરીને વાહનચાલકોને પાસે હેલ્મેટની ખરીદી કરાવીને દંડની રકમથી બચાવીને હેલ્મેટ પહેરાવ્યા હતા.

હાલમાં હેલ્મેટની અછત સર્જાય છે અથવા તો વધુ પડતા ભાવ લેવાતા હોવાથી ખરીદી શકતા નથી તેવા સમયે જૂનાગઢ પોલીસની જેમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પોલીસ ટીમ કરે તેવી લોકલાગણી પ્રવર્તે છે.

સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ થયો છે ત્યારે જૂનાગઢ રેન્જ આઈપી સુભાષ ત્રિવેદીની સૂચનાથી એસપી સૌરભસિંઘના માર્ગદર્શન ઈન્ચા. એસ.પી. રવિ તેજાવાસમશેટ્ટી ગઈકાલે ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન હેલ્મેટ પહેરીને નહીં નિકળનાર બાઈક ચાલકને હેલ્મેટ ખરીદ કરાવી જાતે હેલ્મેટ પહેરાવી સન્માન કર્યુ હતું. તેમની સાથે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ બી-ડિવીઝનના પીઆઈ આર.બી. સોલંકી તેમજ જીલ્લા હાઈવે ટ્રાફીકના પીએસઆઈ એ.વી. સદાવ્રતે અને શહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ એ.સી. ઝાલા સહિત ટ્રાફિકના સ્ટાફે ફોર વ્હીલના ચાલકોને સીટ બેલ્ટ બાંધી અને ટુવ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરી નિયમનુ પાલન કરતા વાહન ચાલકોને ગુલાબના ફુલ આપીને સન્માન કરવામાં આવ્યુ હતું અને હેલ્મેટ અને સીટ બેલ્ટ પોતાની સલામતિ માટે હોવાની બાબત દરેક વાહન ચાલકો જે સમજાવ્યા હતા અને દંડ પણ વસુલ કરવામાં આવેલ. વાહનચાલકો એ પણ પોલીસના માનવીય અભિગમથી વાહનચાલકોએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.(૨-૩)

(12:25 pm IST)