Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમરેલી પટેલ સંકુલમાં જીલ્લા કક્ષાની રાસ-ગરબા હરિફાઇઃ પ્રાચીન-અર્વાચીન રાસોત્સવની રમઝટ

અમરેલીઃ યુવકસેવા અનેસાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ઉપક્રમે શાંતાબેન હરિભાઇ ગજેરા સૈ.સંકુલના સહયોગથી જિલ્લા યુવા વિકાસ અધિકારી સંચાલિત જિલ્લા રાસ-ગરબા હરિફાઇ -ર૦૧૯ નું આયોજન પટેલ સંકુલ-અમરેલી ખાતે સંસ્થાના સ્થાપક પ્રમુખ તથા કેળવણીકાર માન. વસંતભાઇ ગજેરાના અધ્યક્ષ તથા ઉદ્દઘાટક પદે યોજાઇ હતી જેમાં પ્રાચીન-અર્વાચીન કુલ મળીને ૧૪ ટીમોએ મોડીરાત સુધી પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમારે કર્યું હતું તથા સ્પર્ધાનું દિપપ્રાગટય જાણીતા ઉદ્યોગપતિ, કેળવણીકાર તથા પટેલ સંકુલના સ્થાપક પ્રમુખ વસંતભાઇ ગજેરાએ કરીને સ્પર્ધાને ખુલ્લી મુકી હતી. જિલ્લાકક્ષા રાસ ગરબા હરિફાઇના મુખ્ય મહેમાન પદે જિલ્લા રમત-ગમત અધિકારી અશરફભાઇ કુરેશી, નિયામક મનસુખભાઇ ધાનાણી, કેમ્પસ ડાયરેકટર ચતુરભાઇ ખૂંટ, હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઇ રામાણી, નારણભાઇ ડોબરીયા, એમ.કે. સાવલિયા, કાળુભાઇ રૈયાણી, હરેશભાઇ વડાળીયા, સી.પી.ગોંડલીયા મુકુંદભાઇ સેંજલીયા, કાળુભાઇ સુવાગીયા વિ. ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉદ્દઘાટક તથા અધ્યક્ષ સ્થાનેથી પ્રાસંગિક ઉદ્દબોધન કરીને ગુજરાત રાજય સરકારશ્રીની સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાની યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિને બિરદાવીને સ્પર્ધામાં સામેલ સ્પર્ધકોને અભિનંદન આપી વિજેતા બનવા શુભેચ્છા કેળવણીકાર વસંતભાઇ ગજેરાએ આપી હતી. જિલ્લા ગરબા હરિફાઇમાં કુલ ૧૪ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પ્રાચીન વિભાગમાં શાંતાબેન એચ.ગજેરા સૈ.સંકુલ શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ બી.બી.એ.કોલેજ શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટે અનુક્રમે પ્રથમ, દ્વિતીય તથા તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતુ઼ તથા અર્વાચિન વિભાગમાં શ્રી આર.કે.વઘાસિયા કોમર્સ કોલેજ, શ્રીમતી શાંતાબેન એચ.ગજેરા સૈ.સંકુલ તથા શ્રી લેપ.ચે.ટ્રસ્ટ બી.બી.એ. કોલેજે અનુક્રમે પ્રથમ, દ્વિતીય તથા તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર સ્પર્ધામાં જે.ડાભીભાઇ, સુરેશભાઇ યાદવ તથા દિવ્યાબેન ગઢવીએ નિર્ણાયકશ્રીની ભુમિકા ભજવી હતી, સ્પર્ધાના અંતે  આભારદર્શન, પટેલ સંકુલના નિયામક મનસુખભાઇ ધાનાણીએ કરાવ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રમત-ગમત ડાયરેકટર બ્રિજેશભાઇ પલસાણાએ ભારે જહેમત ઉઠાવી હતી.(તસ્વીરઃ અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(12:24 pm IST)