Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

રાજુલામાં આયુષ્યમાન ભારત પખવાડીયા અંતર્ગત રેલી

રાજુલા : ભારત સરકાર દ્વારા તા.૦૧/૦૩/૧૯ થી મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજનાના તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવાની શરૂઆત કરેલ છે. આ યોજનાને એક વર્ષ પૂરુ થવાનુ હોય ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમા તા.૧૫/૦૯/૧૯ થી ૦૨/૧૦/૧૯ સુધી આયુષમાન ભારત પખવાડિયા તરીકે ઉજવવાનુ નક્કી કરેલ છે.જેનો મુખ્ય ઉદ્દેશ આ યોજનાનો પ્રચાર - પ્રસાર કરી જાગૃતતા ફેલાવવી અને લાભાર્થીઓને યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે અને વધુમા વધુ લોકો લાભ મેળવે તેમજ છેવાડાના જરૂરિયાતમંદ વ્યકિત આ યોજનાની જાણકારી દ્વારા તેનો લાભ લઇ શકે તેવા હેતુ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ,ડો.જયેશ પટેલ,ડો.એ.કે.સિંદ્ય, ડો.આર.કે.જાટ,ડી.પી.સી.રિતિકા ચૌધરી અને ડો.લવલીન ગૌરના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી રાજુલા દ્વારા પ્રભાત ફેરીનુ આયોજન કરેલ જેમા તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરિયા,ડો.ડી.સી.મકવાણા,ડો.નિકુંજ વ્યાસ,સંજયભાઈ દવે,નર્સ બહેનો અને આશા બહેનો સહિતના સ્ટાફ દ્વારા હાજર રહી રાજુલા શહેરની ગલીઓમા લોકોમા જાગૃતતા લાવવા અને માહિતગાર કરવા રેલી કાઢેલ તેમજ આ પખવાડિયા દરમિયાન એનસીડી સ્ક્રીનીંગ કેમ્પ,આયુષમાન ભારત દિન ઉજવણી ,વર્લ્ડ હાર્ટ ડે ઉજવણી અને વર્લ્ડ એલ્ડરલી ડે ની ઉજવણી કરવામા આવશે જે યાદીમા જણાવેલ છે.

(12:24 pm IST)